Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

૨૬ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક : રાજકોટમાં મનીષા ચંદ્રા : કચ્છમાં માધુ, અમરેલીમાં સાધુ

ડી.જી. પટેલ ભાવનગરમાં: ભીમજીયાણી જામનગરમાં : દેસાઇ મોરબીમાં

રાજકોટ,તા. ૩૦: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર સંકલન માટે ૨૬ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ આઇ.એ.એસ અને અધિક કલેકટર કક્ષાના છે.

રાજકોટ કોર્પોરેશન, તાલુકા જિલ્લા પંચાયત, ગોંડલ નગરપાલિકા વગેરેની ચૂંટણી માટે અગાઉ રાજકોટમાં કલેકટર પદે રહી ચૂકેલા વર્તમાન મહિલા બાળ કલ્યાણ સચિવ શ્રીમતી મનીષા ચંદ્રાને નિરીક્ષણ તરીકે મૂકવામાં આવ્યા છે. સેપ્લમેન્ટ કમિશનર કે.એમ.ભીમજીયાણીને જામનગર કોર્પોરેશન, તાલુકા-જિલ્લા પંચાયત અને સિક્કા નગરપાલિકાનો હવાલો સોંપાયો છે. મહેસુલ વિભાગના અધિક કલેકટર વાય.સી.દેસાઇને મોરબી જિલ્લો સોપાયો છે. ભાવનગર શહેર જિલ્લામાં અને નગરપાલિકાઓમાં સ્ટેમ્પ ડ્યુટી અધિક્ષક ડી.જી.પટેલ નિરીક્ષક પદે રહેશે. અમરેલીનો હવાલો નાગરિક પુવરઠાના સંયુકત કમિશનર પી.ટી.સાધુ અને કચ્છનો હવાલો સંયુકત ઉચ્ચ શિક્ષણ કમિશનર એન. એન. માધુને સોંપાયો છે. દ્વારકામાં એમ.ડી. ચુડાસમા રહેશ.

(11:38 am IST)