Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજય અને આંતર રાજય ચેકપોસ્ટ દ્વારા બાજનજર ટપોરીઓ સામે અટકાયતી પગલાઓના આદેશ છૂટયા

ચૂંટણી સંદર્ભે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સુપરત કરતા મુખ્ય પોલીસ વડા : અર્ધલશ્કરી દળ કેટલા અને કયા ગોઠવવા? સંવેદનશીલ બુથની ઓળખ કરવા રૂબરૂ મુલાકાત લેવા આશિષ ભાટિયા દ્વારા સૂચન

રાજકોટ તા.૩૦, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ માટેના ઢોલ વાગવા સાથે રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ગુજરાતના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ખૂબ જ વિશાળ અનુભવ ધરવતા આ અધિકારી દ્વારા ચૂંટણી બંદોબસ્તની રણ નીતિ અંતર્ગત મહત્વના પગલાંઓ લેવા આદેશ આપ્યા હતા. 

 વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજેલ આ બેઠકમા ચૂંટણી અધિકારીઓ સાથે સંકલનમાં રહી પોતાના વિસ્તારના બૂથની મુલાકાત લઈ તેની સંવેદનશીલતા ચકાસી તેના પર કેટલાં અર્ધ લશ્કરી પ્રકારના દળો ગોઠવવા તે પોતાના જાત અનુભવ તથા ભૂતકાળ અનુભવના આધારે નક્કી કરવાની જવાબદારી સુપરત કરી છે.                                         

 ઉકત બેઠકમાં મુખ્ય પોલીસ વડા શ્રી.આશિષ ભાટિયા દ્વારા પોતાના વિસ્તાર હેઠળ ભૂતકાળમાં બનેલા ગુન્હાહિત પ્રકારના બનાવો ની તમામ માહિતી એકઠી કરી તે મુજબ બંદોબસ્ત ગોઠવવા સૂચવ્યું છે.           

સબંધક વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ખોરવવા માટે પોલીસ રેકોર્ડ પર જેમના નામો છે તે બાબતો ચકાસી અને આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી દ્વારા અટકાયતી પગલાઓ લેવા પણ સૂચવ્યું છે.     

મુખ્ય પોલીસ વડાં દ્વારા ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના પાલન માટે સજ્જ રહી લાઉડ સ્પેકર મંજૂરી આપવા જીલ્લા તથા અંતર જિલ્લા ચેક પોસ્ટ કાર્યરત કરવા અને દારૂ બંધી નીતિનો કડક અમલ કરવા આદેશ આપ્યા છે.

(11:39 am IST)