Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પટેલો એક થયા

ખોડલધામના નરેશ પટેલનો હુંકાર, ‘ક્‍લાર્કથી કલેક્‍ટર સુધી અને સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ' : નરેશ પટેલે ઉમિયા ધામના -મુખ અને ટ્રસ્‍ટીઓ સાથે મહત્‍વની બેઠક યોજી અને ઊંઝા ઉમિયાધામમાં શિશ ઝુકાવી મા ઉમિયાના આશીર્વાદ પણ લીધા.

મહેસાણા,તા. ૩૦ : રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પટેલો એક થયા છે. લેઉઆ અને કડવા પાટીદારોએ એક થઈને એકતાના દર્શન કરાવ્‍યા છે. સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સમાજને એક કરવા બંને સમાજના અગ્રણીઓએ હાંકલ કરી છે. લેઉઆ અને કડવા પાટીદારોના અગ્રણીઓએ હાંકલ કરી કે, લેઉઆ-કડવા પાટીદારો સમાજના તમામ પ્રશ્નો મળીને સામનો કરશે. ખોડલધામ  ના પ્રમુખ નરેશ પટેલે જણાવ્‍યું કે, બંને સમાજ એક થઈને કામ કરશે તો બંને સમાજને ફાયદો થશે. નોંધનીય છે કે, પાટણના સંડેર ખાતે નવા ખોડલધામનું નિર્માણ થવાનું છે અને એ મંદિરની તૈયારી માટે ખોડલધામના પ્રમુખ સહિત ૨૦ આગેવાનો સંડેરની મુલાકાતે પહોંચ્‍યા છે. આ મુલાકાત પહેલા નરેશ પટેલે ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્‍ટીઓ સાથે મહત્‍વની બેઠક યોજી અને  ઊંઝા ઉમિયાધામમાં શિશ ઝુકાવી મા ઉમિયાના આશીર્વાદ પણ લીધા.

પાટીદારોની બેઠકનો હેતુ સમાજમાં એકતા સ્‍થાપિત કરવાનો હોવાનું સમાજે જણાવ્‍યું હતું. આ બેઠકમાં રાજકીય ઉપરાંત પાટીદાર સમાજ ના ઉત્‍થાનને લગતા પ્ર‘ોની પણ ચર્ચાપ્રવિચારણા કરવામાં આવી. શિક્ષણ ઉત્‍થાન ઉપરાંત સમાજમાં રહેલા સામાજીક દૂષણ દુર કરવા અને અભ્‍યાસ બાદ નોકરી ન મળવા અંગે ચર્ચા કરી ઉપાયો વિશે વિચારણા કરવામાં આવી. ં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે, પાટીદારોની શક્‍તિ વધે તેવો ઉદ્દેશ છે. દેશના દરેક યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ અને પાટીદાર યુવાનો પણ રાજકારણમાં આવશે.

(3:20 pm IST)