Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

હાઇકમાન્ડે નીમેલા કોંગ્રેસ નિરીક્ષક તામ્રધ્વજ સાહુ અમદાવાદમાં : આગેવાનો સાથે બેઠકોનો ધમધમાટ

તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો,વિવિધ શહેરોના આગેવાનો,કેમ્પેઈન અને કો-ઓર્ડિનેશન કમિટી સાથે પણ બેઠક કરશે

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે નિરીક્ષક તરીકે નિમેલા તામ્રધ્વજ સાહુ અમદાવાદમાં છે.અને તેમની આગેવાનીમાં કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થશે.તેઓ ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે બેઠક કરશે.સાથે જ વિવિધ શહેરોના આગેવાનો સાથે પણ તામ્રધ્વજ સાહુ બેઠક કરશે.આ ઉપરાંત  કેમ્પેઈન અને કો-ઓર્ડિનેશન કમિટી સાથે પણ તેઓ બેઠક કરવા જઈ રહ્યા છે.

  કોંગ્રેસ હાઈકમાન્ડે નિરિક્ષક તરીકે નિમેલા તામ્રધ્વજ સાહુ અમદાવાદ પહોંચતા એરપોર્ટ પર  પાર્ટીના આગેવાનોએ ઢોલ નગારા અને શરણાઈથી સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે તામ્રધ્વજ સાહૂને કો.ઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે. તેઓએ અમદાવાદ આવીને કહ્યુ કે, સોનિયા ગાંધીએ તેમને આ જવાબદારી સોંપી છે. તેઓ તમામ નેતાઓ સાથે મુલાકાત કરશે.

(1:53 pm IST)