Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગુજરાતમાં ફીઝીકલ કોર્ટો શરૂ કરવા આવતીકાલે અમદાવાદ ખાતે મીટીંગ : રાજકોટ-વડોદરા, સુરતના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે

કોર્ટો શરૂ નહિ થાય તો રજી ફેબ્રુઆરીથી રાજયભરમાં વકીલો પ્રતિક ઉપવાસ કરશે

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલ રાજાણી તેમજ કારોબારી સભ્‍ય સહિતના હોદ્દેદારોએ તા. ર-ર-ર૧ ના રોજ હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં ફિઝીકલ કામ શરૂ કરવામાં આવતુ ન હોય સવારે ૧૧ થી ર દરમ્‍યાન તમામ જુનિયર તેમજ સિનિયર વકીલો દ્વારા કોર્ટમાં ફિઝીકલ  કામ શરૂ થાય તે માટે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.

ગુજરાતના પ્રમુખો દ્વારા અમદાવાદ ખાતે રવિવારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના તમામ પ્રમુખોની એક મીટીંગ ફીઝીકલ કોર્ટ ખોલવાના ગંભીર પદે તેમજ આગામી દિવસોમાં રાજયમાં પ્રતિ ઉપવાસ કરવાના ભાગરૂપે ભેગા થાય અને આંદોલનની નીતિ જાહેર કરનાર છે. તેમ રાજકોટ બાર એસોસીએશન પ્રમુખ બકુલ રાજાણીએ જણાવેલ છે.  આવતીકાલે અમદાવાદ ખાતે વડોદરાના બારના પ્રમુખ હસમુખભાઇ ભટ્ટ, સુરતના પ્રમુખ બ્રીજેશ પટેલ અમદાવાદના પ્રહલાદભાઇના મેમ્‍બર પરેશભાઇ જાની સહિતના ઉપસ્‍થિત રહી રણનીતિ ધડશે તેમ રાજકોટ બારાના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ જણાવેલ છે.

(3:30 pm IST)