Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ઉમિયા માતાજી મંદિરનું બાંધકામ વિન વિધ્‍ને સંપન્‍ન થાય તે માટે શુભદાયી યજ્ઞ યોજાયો

૬ ફેબ્રુઆરીએ આધ્‍યાત્‍મિક ઉર્જા સામાજીક શકિત વિષે પૂ.શિવાની દીદીનું ઓનલાઈન સંબોધન

અમદાવાદઃ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉચા(૪૩૧ ફૂટ) ઉમિયા માતાજી મંદિરનું ટુંક સમયમાં શરૂ થનાર બાંધકામ વિના વિધ્‍ને સંપન્‍ના થાય તે શુભદિને વિશ્વ ઉમિયાધામ સંકુલ- જાસપુરમાં આવેલાં મા ઉમિયાના સ્‍મૃતિ મંદિર ખાતે ‘શુભદાયી યજ્ઞ'નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્‍ય યજમાન તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનની પ્‍લાનિંગ અને ડિઝાઈન કમિટીના ચેરમેન સુરેશ એમ.પટેલનો પરિવાર બિરાજયો હતો. આ સાથે જ શુભદાયી યજ્ઞમાં સંસ્‍થાના પ્રમુખ આર.પી.પટેલ પરિવાર, ઉપપ્રમુખ ડી.એન.ગોલ પરિવાર, ઉપપ્રમુખ દીપક પટેલ પરિવાર તથા પ્રખર વાસ્‍તુશાષાી અને જયોતિષાચાર્ય પી.સી.પટેલ પરિવાર સહભાગી થયા હતા.

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા આવનાર તા.૬ ફેબ્રુઆરીને સાંજે ૮ કલાકે બ્રહ્માકુમારી સંસ્‍થાના યંગ સ્‍પ્રિચ્‍યુલ લીડર પૂજય શિવાની દીદીના સંવાદ સેતું કાર્યક્રમનું આયોજન કરાયું છે. હાલમાં સમાજમાં પ્રવર્તિ રહેલાં પ્રશ્નોને ધ્‍યાને લઈ પૂ.શિવાની દીદી ‘આધ્‍યાત્‍મિક ઊર્જા સામાજિક શકિત' વિષય પર ડિજિટલ પ્‍લેટફોર્મ દ્વારા સંબોધન કરશે. પૂ.શિવાની દીદીના કાર્યક્રમમાં ગુજરાત સહિત વિશ્વના અન્‍ય દેશો જેવા કે અમેરિકા, બ્રિટન અને કેનેડાથી પણ હજારો લોકો જોડાશે. શિવાની દીદીના સંબોધનનું સીધું લાઈવ પ્રસારણ ૬ ફેબ્રુઆરીએ સાંજે ૮ કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના ફેસબુક પેઈઝ પર નિહાળી શકાશે.

(3:31 pm IST)