Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

વિરમગામના કરકથળમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વિરમગામ:કરકથળ ગામમાં ખુડદીયા વાસમાં વિભલાભાઇ ઠાકોરના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રમાડેલ છે તે બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે રેઇડ પાડતા (૧) વિરભલા ઠાકોર (૨) કાનજીભાઇ ઠાકોર (૩) કાન્તીભાઇ ઠાકોર (૪) પ્રવિણ વાળંદ તમામ રહે. કરકથળ પકડાઇ ગયેલ તેમની પાસેથી કુલ રૂ. ૧૪૭૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:25 pm IST)