Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

મોડાસા:શામળાજી મંદિરમાં પોષી પૂનમે દર્શન કરવા જવું ભક્તને ભારે પડ્યું:20હજારની મતા ભરેલ પર્સ સેરવી ગઠિયો છૂમંતર.....

મોડાસા:શામળાજી મંદિરમાં પોષી પુનમે દર્શન કરવા આવેલા એક શ્રધ્ધાળુનું પાકીટ ચોરાયું હતું.રોકડ રકમ ૨૦ હજાર સહિત અગત્યના કાગળો સાથે પાકીટ ચોરાતાં આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા અદેસિંગ નાનાભાઈ બારીયા પરીવાર સાથે રાજસ્થાનના રામદેવરા દર્શન માટે ગયા હતા.ત્યારે ગુરૂવારના રોજ તેઓ રાજુલા પરત જઈ રહયા હતા.ત્યારે શામળાજી મંદિરે પોષી પૂનમના દર્શન માટે પરીવાર સાથે ગયા હતા.તે દરમ્યાન તેમના પેન્ટના ખીસ્સામાં મુકેલ પાકીટ કોઈ ગઠીયો ઉઠાવી ગયો હતો.જેમાં ૨૦ હજાર રૂપિયા રોકડા તેમજ આધારકાર્ડ,પાનકાર્ડ,ચૂંટણી કાર્ડ,એટીએમ કાર્ડ અને લાયસન્સ સહિત અગત્યના કાગળો પાકીટમાં હોઈ ચોરાઈ ગયા હતા.

જેથી દર્શન કરવા આવેલ પરીવારે પાકીટ ચોરી થતાં મંદિરમાં અને આસપાસ તપાસ કરી હતી.પરંતુ કોઈ પત્તો ન લાગતાં આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:26 pm IST)