Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

કડી તાલુકાના પીરોજપુરા હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં બનાવેલ ઓરડીમાં એલસીબીએ દરોડા પાડી કાચા તેલ ભરેલ ટેન્કરનો વેચાણ કરનાર ત્રણ શખ્સોને ઝડપી 60.51 લાખનો મુદામાલ ઝડપી પાડયો

કડી:તાલુકાના પીરોજપુરા હાઈવે  પર આવેલ સર્વિસ સ્ટેશનમાં આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં બનાવેલી ઓરડીમાં મહેસાણા એલસીબીએ દરોડો કરતા કાચા તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવર, કંડક્ટરના મેળાપીપણાથી કંપની માલિકોની જાણ બહાર કાચુ તેલ કાઢી વેચાણ કરનાર ત્રણ શખસોને રૃા. ૬૦.૫૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. સાત શખસો પૈકી ત્રણ હાજર ન હતા જ્યારે એક આરોપી ભાગી જવામાં સફળ થયો હતો.

પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલે મહેસાણા જિલ્લામાં બનતા જુદા  જુદા પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સુચના કરેલ છે. જે અન્વયે એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર બી.એચ. રાઠોડ, પીએસઆઈ એ.કે. વાઘેલા તથા સ્ટાફના માણસો કડી વિસ્તારમાં તા. ૨૮-૧-૨૧ના રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ હતી કે પીરોજપુરા કડી હાઈવે રોડ પર આવેલ સર્વિસ સ્ટેશનના આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં બનાવેલ ઓરડીની આડશમાં જુદા જુદા પ્રકારના કાચા તેલ ભરી ડ્રાઈવર, કંડક્ટરની સાંઠગાંઠ કરી કાચુ તેલ મોકલનાર તથા મેળવનાર કંપનીઓની જાણ બહાર ટેન્કરોમાંથી કાચુ તેલ કાઢતા ત્રણ ઈસમો નજરે પડયા હતા. પોલીસ જોઈ ત્રણેય ભાગવાની કોશિશ કરતાં પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. તેમની પુછપરછ કરતાં ટેન્કરમાં ભરેલ કાચું તેલ ગ્રાહક સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળ પરથી બે ટેન્કર બાજુની ઓરડીમાં રાખેલ. ચોરી કરી એકત્ર કરેલ કાચુ તેલ સહિત રૃા. ૬૦.૫૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી છે ત્રણેયને કડી પોલીસને સોંપવામાં આવતા ગ્રાહકો સાથે વિશ્વાસઘાતની સાત શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(5:28 pm IST)