Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજ્યમાં કોરોના હાર્યો : વધુ 441 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 323 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત :મૃત્યુઆંક 4387 થયો : કુલ 2,53,368 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 33,193 લોકોને રસી અપાઈ : કુલ 2,45,930 લોકોનું રસીકરણ કરાયું : કાલથી રસીકરણનો બીજો તબક્કો

રાજ્યમાં આજે સૌથી વધુ સૌથી વધુ વડોદરામાં 78 કેસ, અમદાવાદમાં 66 કેસ, સુરતમાં 45 કેસ, રાજકોટમાં 44 કેસ, આણંદમાં 10 કેસ, કચ્છમાં 8 કેસ,ભરૂચ, ગાંધીનગર અને પંચમહાલમાં 7-7 કેસ, ભાવનગર, મહેસાણા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 3469 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 323 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 441 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 323 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 441 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,53,368 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 દર્દીનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4387 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,99 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, આજે કુલ 579 કેન્દ્રો ઉપર 33,193 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 2,45,930 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

 કાલથી કોરોના રસીકરણનો બીજા તબક્કાનો પ્રારંભ થનાર છે જેમાં અંદાજે 3,30 લાખ કર્મચારીઓ અને અધિકારીઓને આવરી લેવાશે

  રાજ્યમાં હાલ 3469 એક્ટિવ કેસ છે. જેમાંથી 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 3428 દર્દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 323 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરામાં 78 કેસ, અમદાવાદમાં  66 કેસ, સુરતમાં 45 કેસ, રાજકોટમાં 44 કેસ, આણંદમાં 10 કેસ, કચ્છમાં 8 કેસ,ભરૂચ, ગાંધીનગર  અને પંચમહાલમાં 7-7 કેસ, ભાવનગર, મહેસાણા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા છે

(8:07 pm IST)