Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રજિસ્ટ્રેશન વગર ટાટા સુમોને લિમોઝિન બનાવેલી કાર જપ્ત

સુભાષબ્રિજ આરટીઓ અધિકારીઓની સતર્કતા : મોડિફાય કરેલી કાર પ્રસંગોમાં ૪૦૦૦૦ ભાડેથી અપાતી હતી, પંજાબ પાસિંગની કાર ૨૦૧૫થી રસ્તા પર ફરે છે

અમદાવાદ, તા. ૩૦ : લગ્નપ્રસંગમાં ભાડે અપાયેલી એક લિમોઝીન કારને સુભાષબ્રીજ આરટીઓએ જપ્ત કરી હતી. કારણકે લિમોઝીનનું ક્યાંય પણ રજિસ્ટ્રેશન નહોતું અને તેને ટાટા સુમોમાંથી મોડિફાઈ કરી અને ઉપર આઉડીનો સિમ્બોલ લગાવાયેલો હતો.

સુભાષબ્રીજ આરટીઓ દ્વારા મોડીફાઈડ કરેલી શાનદાર લિમોઝીન કાર જપ્ત કરવામાં આવી છે. લગ્નમાં કે અન્ય પ્રસંગે લિમોઝીન કાર એક દિવસના ૪૦,૦૦૦ રુપિયા લઈને ભાડે આપવામાં આવતી હતી. ટાટા સુમોમાંથી મોડીફાઈ કરીને બનાવાયેલી કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગે ભાડે આપવામાં આવી હતી. કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે સુભાષ બ્રીજ આરટીઓ ઈન્સ્પેક્ટર .પી.પંચાલ અને જે.એચ.પંચાલે કારને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. જોકે, ડ્રાઈવર પાસે પણ પૂરતાં ડોક્યુમેન્ટસ નહોતાં અને કારનું રજીસ્ટ્રેશન પણ નહોતું. આશ્ચર્યની વાત તો છે કે તપાસમાં વાત સામે આવી હતી કે કાર વર્ષ ૨૦૧૫થી ગુજરાતમાં ફરી રહી છે. પંજાબ પાસિંગની કારને ટાટા સુમોમાંથી મોડિફાઈ કરી લિમોઝીન બનાવવામાં આવી છે અને ઉપર આઉડીનો સિમ્બોલ મારવામાં આવ્યો છે. આલિશાન કારની અંદર સોફા, એસી, સ્પીકર સિસ્ટમ, ટીવી તેમજ ક્રોકરી સેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તપાસમાં વાત પણ સામે આવી છે કે, કારના માલિકે સુભાષબ્રીજ કે પછી કોઈ અન્ય આરટીઓમાં પણ કારનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જેથી આરટીઓએ કાર્યવાહી કરી આલિશાન લિમોઝીન કાર જપ્ત કરી છે. વાહન ચાલક પાસે પીયુસી, પીસી બુક સમગ્ર ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અને પોતાના વ્હિકલનું રજીસ્ટ્રેશન પણ આરટીઓમાં થયેલું હોવું જોઈએ. ઉપરાંત આરટીઓ મ્યુઝિક સિસ્ટમ સહિતના નિયમાનુસાર કેટલાક સુધારા વધારા કરવાની પરવાનગી આપે છે પરંતુ પ્રકારે કારની સાઈઝમાં વધારો અથવા ઘટાડો તેમજ સોફા,ટીવી સહિતના મોડીફાઈને પરવાનગી આપતું નથી. જોકે, ભારતમાં મોડીફાઈ કારની મંજૂરી હોવા છતાં પણ લોકો સુધારા-વધારા કરાવીને ઉપયોગમાં લેતા હોય છે.

(9:15 pm IST)