Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ટ્રાફિક PSIએ દંપત્તિના પડી ગયેલ ૫૦૦૦૦ પરત આપ્યા

લાંચ માટે વગોવાયેલા પોલીસનું પ્રસંશનિય કૃત્ય : લગ્નની ખરીદી કરવા માટે નિકળેલા દંપતીના પડી ગયેલા પૈસા લુણાવાડા પોલીસ જવાનની સતર્કતાથી પરત મળ્યા

લુણાવાડા, તા. ૩૦ : વર્તમાન સમયમાં લોકો પાઇ પાઇ ભેગી કરે છે તો પણ લખપતિ બની શકતા નથી. અને આવામાં કોઇને રસ્તામાંથી હજારો રૂપિયા મળે તો ખુશ થઇ જાય છે. પરંતુ મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે એક ટ્રાફિક પીએસઆઇ માનવતાભર્યું કામ કર્યું છે અને દંપતીના પડી ગયેલા ૫૦,૦૦૦ રૂપિયા પરત આપ્યા છે.મહીસાગર જિલ્લા મથક લુણાવાડાખાતે ટ્રાફિક પીએસઆઇની સતર્કતાના પગલે લગ્ન પ્રસંગની ખરીદી માટે નીકળેલા ભોજા ગામના દંપતીના પડી ગયેલા પચાસ હજાર પરત મળતા દંપતીએ આભારની લાગણી સાથે કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. લુણાવાડા પાસેના ભોજા ગામના વિનુભાઈ બારીયા પત્ની સાથે લગ્ન પ્રસંગની ખરીદી માટે બજારમાં આવતા કોટેજ પાસે પૈસા ભરેલું પર્સ પડી ગયું હતું ટ્રાફિક પીએસઆઈ પી.એસ.ખાંટ લુણાવાડા કોટેજ ચાર રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન પૈસા ભરેલું પર્સ મળ્યું હતું. ટ્રાફિક પીએસઆઈ પી.એસ.ખાંટએ કર્તવ્ય નિષ્ઠ સતર્કતાના પગલે લગ્ન પ્રસંગની ખરીદી માટે નીકળેલા ભોજા ગામના દંપતીના પડી ગયેલા પચાસ હજાર પરત મળતા આભારની લાગણી સાથે કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

મહીસાગર પોલીસની ઉદાહરણરૂપ કામગીરીના પગલે પોતાના પરસેવાની કમાણીના પૈસા પરત મળતા દંપતીએ પીએસઆઈ સહિત પોલીસનો આભાર માન્યો હતો.

(9:16 pm IST)