Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરાશે

અમદાવાદથી પસાર થતી પાંચ ટ્રેનમાં  મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

અસ્થાયી રૂપે ઉમેરવાના વધારાના કોચની વિગતો આ મુજબ છે:

1. ટ્રેન નંબર 02971/02972 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર)થી 02/02/2021 થી 27/02/2021 અને ભાવનગર ટર્મિનસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર)થી 01/02/2021થી 26/02/2021 સુધી જોડવામાં આવશે.

2. ટ્રેન નંબર 09455/09456 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (દૈનિક)થી 02/02/2021થી 01/03/2021 અને ભુજ (દૈનિક)થી 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

3. ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ દાદરથી (દૈનિક) 02/02/2021થી 01/03/2021 અને ભુજથી (દૈનિક) 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

4. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર ટર્મિનસ-આસનસોલ જંકશન એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે. આ કોચ ભાવનગર ટર્મિનસ (મંગળવાર)થી 02/02/2021થી 23/02/2021 અને આસનસોલ જંકશન (ગુરુવાર)થી 04/02/2021થી 25/02/2021 સુધી જોડવામાં આવશે.

5. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસમાં વધારાનો સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. આ કોચ પોરબંદર (મંગળવાર અને શનિવાર)થી 02/02/2021થી 27/02/2021 અને દિલ્હી સરાઈ રોહિલા (સોમવાર અને ગુરુવાર)થી 04/02/2021થી 01/03/2021 સુધી જોડવામાં આવશે.

(9:41 pm IST)