Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજપીપળા પાલીકા પૂર્વ પ્રમુખના ઘરે રહીશોનુ ટોળું પાણી મુદ્દે રજુઆત કરવા જતા વળતા જવાબમાં પોલીસ મથકે અરજી

ભાજપ પુર્વ પાલિકા પ્રમુખની પોલીસ મથકે અરજી બાદ બે નો જામીન પર છુટકારો : સામા પક્ષે પણ પુર્વ પાલિકા પ્રમુખ સંદીપ દશાંદીના રાજમા થયેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જનક બારોટના પુત્ર મનન બારોટ દ્વારા પાલિકામા આર.ટી. આઈ નાંખતાં હડકંપ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગરના ભાટવાડા વિસ્તારમા પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એજ વિસ્તારમા રહેતાં પુર્વ પાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ કે જેઓ હાલ પુર્ણ થયેલી પાલિકા બોડીના પ્રમુખ હતાં તેમના ઘરે રહીશોનુ ટોળું રજુઆત કરવા પહોંચ્યું હતું જ્યાં ઉગ્ર રજુઆત શાથે સામ સામે આક્ષેપો નો મારો ચાલ્યો હતો. અને ભાજપના પુર્વ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટના ઉગ્ર પ્રતિઘાત આપતો વિડીયો નગરમા વાયરલ થયો હતો.
  પાલિકા પદાધિકારીઓને નગરજનો વ્યવસ્થાની ખામી માટે ફરીયાદ કરવા જાય એ બાબત જાહેર જીવનમા રહેલાં અને લોક સેવાનો ભેખ લઈને ફરતાં નેતાઓ માટે સામાન્ય વાત છે. ત્યારે જીગીષાબેન ભટ્ટે આ બાબતને લઈને રાજપીપળા પોલીસ સ્ટેશનમા એવી અરજી આપી હતી કે ફળીયામા રહેતાં નરેન્દ્ર રાવ અને જનક બારોટ નામના શખ્શો ટોળાં સ્વરુપે મારા ઘરે આવી મારાં પતિને બહાર નિકળ તેમ અસભ્ય રીતે બોલાચાલી કરી ખોટાં ઈરાદે રાજકીય સ્ટંટ ઉભું કરવાના ઈરાદે તેમની છબી બગાડવાનો આક્ષેપ કરતા તેમને સબક શિખવાડવા પોલીસને અરજી કરી હતી.
 આમ નગરજનોમા ભાજપની બોડી પ્રત્યે ગેરવહીવટ અને લોકડાઉનમા વેરા વધારવાના અમાનવીય કૃત્ય સામે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનો ઉકળાટ હવે લોકોના પ્રચંડ પ્રત્યાઘાત સ્વરૂપે બાહર આવી રહ્યો છે, નગર પાલિકા ચુંટણીના આવનારા દિવસો ભારે ઘર્ષણ વાળા બને તેવા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.

(10:16 pm IST)