Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગાંધીનગર કાલે કોરોના વેક્સીન સાથે પોલીયોની રસીકરણનો પ્રારંભ કરાશે

જિલ્લામાં 0 થી 5 વર્ષનાં 1,73,146 બાળકોને પોલિયોની રસીનાં બે ટીંપા પીવડાવામાં આવશે

આવતીકાલે એટલે કે રવિવારથી રાજ્યમાં કોરોનાની રસીકરણની સાથે પોલિયોની રસીની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં તા. 31 મી જાન્યુઆરી થી તા. 2 ફેબ્રુઆરી 2021 દરમિયાન પોલિયો રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. પોલિયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 0 થી 5 વર્ષનાં 1,73,146 બાળકોને પોલિયોની રસીનાં બે ટીંપા પીવડાવામાં આવશે. નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ- 774 બુથ ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત બસ સ્ટેન્ડ, ટોલ પ્લાઝા, જેવા વિસ્તારોમાં 13 જેટલા ટ્રાન્ઝીટ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાઇ રિસ્ક વિસ્તારોમાં કુલ-120 મોબાઇલ ટીમો દ્વારા જિલ્લાનાં 3482 કર્મચારીઓ કામગીરીમાં જોડાશે.

તા. 31મી જાન્યુઆરીએ તમામ બુથ ઉપર ત્યારબાદ બે દિવસ સુધી ડોર ટુ ડોર બાકી રહેલા બાળકોને પોલિયોની રસી પીવડાવાશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે પોલિયો રસીનાં બુથ પર વધુ ભીડ ન થાય તે માટે 250 થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વેક્સિનેશન બુથને બે નાના બુથ તૈયાર કરવામાં આવશે. તેમજ તમામ બુથ ઉપર કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.

(11:50 pm IST)