Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ભદામ ગામમાં હોળીની પુંજા કરતા ઝગડામાં મહિલાને લાકડી મારતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામમાં હોળીની પુંજા માં ઝગડો થતા એક યુવકે મહિલાને લાકડી મારી ઇજા પહોંચાડી હતી.
  પ્રાપ્ત માહિતી અનુસાર ભદામ ગામની એક મહીલા ની ફરિયાદ મુજબ તેઓ પોતાના પતિ તથા છોકરા છોકરીઓ સાથે હોળીનો તહેવાર હોય જેથી હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલ તે વખતે જયમીનભાઈ વિઠ્ઠલભાઈ વસાવા રહે.ભદામ આ મહિલાની ની 16 વર્ષની દીકરીનો હાથ પકડી લેતા એ બાબતે મહિલા કહેવા જતા જયમીન એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડીનો એક સપાટો મહિલાને કપાળ પર મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે જયમીન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:33 pm IST)