Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજપીપળા શહેરમાં તંત્રની આંખે પાટા : બેફામ જાનવરો રખડે છે છતાં તંત્ર નિષ્ક્રિય, યુવા પ્રમુખ પર સૌની આશા

શહેરમાં ચારે તરફ રખડતા જાનવરોનો ત્રાસ વધ્યો છતાં તંત્ર અંધા કાનૂન ની માફક તમાશો જ જુવે છે. :સ્ટેશન રોડ,દરબાર રોડ,લાલ ટાવર,સિવિલ હોસ્પિટલ સહીત નગરપાલિકા કચેરી પાસે પણ જાનવરોનો ખડકલો હોવા છતાં અંધા કાનૂન..?!!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા જાનવરો નો ત્રાસ ઘણા વર્ષોથી વધી રહ્યો હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું પાલીકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય હોય જેમાં દરબાર રોડ પર બેફામ રખડતા જાનવરો શાળામાં જતા બાળકો વોક માં જતા સિનિયર સિટીજનો માટે જોખમી જણાઈ છે છતાં પાલીકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
       રાજપીપળા ના મોટાભાગના વિસ્તારો માં આંખલાનો ની સાથે બળદ,ગાય,કૂતરા સહિતના રખડતા જાનવરો ખુબ મોટી સંખ્યા માં જોવા મળવા છતાં તંત્ર અંધા કાનૂન ની માફક આંખે પાટા બાંધી તમાશો જોતું હોય એમ કોઈજ કાર્યવાહી કરતુ નથી.
        રાજપીપળા નગર પાલિકા દ્વારા અગાઉના વર્ષોમાં યુદ્ધના ધોરણે આખલા સહિતના જાનવરો પકડવા અભિયાન હાથ ધરાયુ હતું પરંતુ થોડા સમય માંજ આ કામગીરી જાણે અભરાઈ પર મુકાઈ ગઈ હોય તેમ હાલ તંત્ર જાણે ભૂગર્ભ માં ઉતરી પડ્યું હોય એમ અધિકારીઓની નજર સમક્ષ જ આ જાનવરો જોવા મળવા છતાં કોઈજ કાર્યવાહી થતી નથી,અગાઉ કલેક્ટર કચેરી ખાતે મળેલી રોડ સલામતી ની બેઠક માં પણ રખડતા જાનવરો ના મુદ્દે નોંધ લેવાઈ હતી છતાં આ મુદ્દો માત્ર કાગળ પર જણાઈ છે.જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય આગેવાનો પણ આ બાબતે મૌન સેવી બેઠા હોય આખરે ચૂંટણી માં મત આપી ભરોસો મુકતી પ્રજા એ આવી તકલીફો સહન કરવી પડે છે ત્યારે ભાજપ ની સત્તા માં રાજપીપળા માં જાણે જાનવરોનો વિકાસ થતો હોય એમ લાગી રહ્યું છે. જેમાં અંતે તો પ્રજા જ પરેશાન થઈ રહી છે.પાલીકા ના યુવા પ્રમુખ આવી ગંભીર સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવવા કામગીરી કરાવે તેવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે.અગાઉ જિલ્લા કલેક્ટર,પાલીકા પ્રમુખ અને પાલિકાના મુખ્ય અધિકારી આવી ગંભીર બાબતે અંગત રસ દાખવે તો આ તકલીફ જરૂર દૂર થાય તેમ છે.

(10:37 pm IST)