Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે તળાવમાં પશુને નવડાવવા ગયેલ યુવાનનો પગ લપસી જતા કમકમાટીભર્યું મોત

ઉમરેઠ :તાલુકાના ભાલેજ ગામે આવેલા તળાવમાં આજે સવારના સુમારે ઘોડી નવડાવવા માટે ગયેલા યુવાનનું ડુબી જતાં મોત થતાં અંગે ભાલેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ભાલેજ ગામના દિવાન વગામાં રહેતો અરબાજખાન નાશીરખાન પઠાણ (. . ૧૮)આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાની ઘોડી લઈને ગામના તળાવમાં નવડાવવા માટે ગયો હતો. દરમ્યાન તેનો પગ લપસી પડતાં તે તળાવના ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. તળાવ ઉપર હાજર અન્ય લોકોએ બુમાબુમ કરતાં લોકોનું ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતુ અને તુરંત આણંદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તળાવમાંથી અરબાઝની લાશને શોધી કાઢીને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી.

(5:03 pm IST)