Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સુરત જિલ્લાના 67 મલ્ટી પર્પઝ/ફિમેલ હેલ્થ વર્કરોને મલ્ટી પર્પઝ/ ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકે બઢતી

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના હસ્તે બઢતીના હુકમોનું વિતરણ કરાયું

સુરત : જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ વિવિધ સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા 22 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 45 ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ 67 આરોગ્ય કર્મચારીઓને મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર/ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી આપવાપાત્ર કર્મચારીઓને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના હસ્તે બઢતીના હુકમોનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે ઇ.ચા. આર.સી.એચ.ઓ અને ઇ.એમ.ઓ. ડો.પિયુષભાઇ શાહ, વહીવટી અધિકારીઓ અને સ્ટાફ તેમજ બઢતી મેળવનાર કર્મચારીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:59 pm IST)