Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજપીપળા કાળીભોઈ પાસે જુગાર રમતા 5 જુગારીયાઓને એલસીબીએ 76,350 ના મુદામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળી ભોઇ આરાપીર દરગાહની નજીકમાં અવાવરૂ જગ્યાએ હારજીતનો જુગાર રમતા પાંચ જુગારિયાઓને એલસીબી પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
 પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા એલસીબી પી.આઈ.કલ્પેશ પટેલને બાતમી મળતા એલસીબી ટીમે કાળીભોઈ નજીક માં અવાવરું જગ્યા એ જુગાર પર રેઇડ કરતા ત્યાં જુગાર રમતા પાંચ પૈકી પ્રકાશ રજણીકાંત માછી ( ૨ ) હિતેશ જેન્તીભાઇ માછી ( 3 ) પિયુશ ગોપાલભાઇ માછી (૪) વસંત ડાહ્યાભાઇ માછી ( ૫ ) ભાવિન લક્ષ્મણભાઇ માછી તમામ રહે.નવાફળીયા રાજપીપળા ને ઝડપી પડ્યા હતા તેમની પાસેથી દાવ પરના રોકડા રૂ. ૧,૨૩૦, અંગ ઝડતીના રોકડા રૂ. રૂપિયા ૯,૬૨૦ -મોબાઇલ નંગ -૩ કિ.રૂ .૫,૫૦૦ / -તથા મો.સા.નંગ -૩ કિ.રૂ : ૬૦,૦૦૦ મળી કુલ | કિ.રૂ .૭૬,૩૫૦ ના મૂદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

(10:21 pm IST)