Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજપીપળામાં હોળી ધુળેટી પર્વે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતું ઘેર નૃત્ય લુપ્ત થઇ રહ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હોળી ધુળેટી એટલે આદિવાસીઓની દિવાળી,હોળી પછીના ૫ દિવસ સુધી નર્મદા જિલ્લાના આદિવાસીઓ રાજપીપળા સહિતના ગામે ગામ પોતાની સંસ્કૃતિ બચાવવા ઘેર નૃત્ય કરી અમન અને ભાઈચારો સંદેશ વેહતો કરે છે.પણ દેશ ૨૧ મી સદી તરફ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ આદિવાસીઓની સંસ્કૃતિને જીવંત રાખતું ઘેર નૃત્ય દિવસે દિવસે લુપ્ત થતું જોવા મળી રહ્યું છે.ત્યારે આવનારી આપણી નવી પેઢી આદિવાસીઓની આ સંસ્કૃતિને જોઈ શકશે કે એ માત્ર તસવીર બનીને રહી જશે તે જોવુ રહ્યું.

(10:22 pm IST)