Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઉ.ગુ.યુનિ.માં કૌભાંડ : લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા :સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં આવડે તેટલું લખતા બાકીનું સાહેબના ઘરે લખતા:બાકીના જવાબ માટે જગ્યા ખાલી છોડી દેતા: પેપર સાહેબ પાસે ચેકિંગ માટે જાય ત્યારે સેટિંગ થતું: પરીક્ષાર્થીઓને ઘરે બોલાવી લખવાની સુવિધા !!

 

પાટણ :હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવાનો મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. જેમાં લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, કૌભાંડ દ્વારા બાયો કેમેસ્ટ્રી, એનાટોમી વિષયમાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે. તો સમગ્ર સ્કેમ પાછળ કુલપતિ જે.જે.વોરાની સંડોવણીની આશંકા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મામલે તાત્કાલિક અસરથી તપાસના આદેશ અપાયા છે.

પાટણ યુનિવર્સિટીને લાંછન લગાડતી ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. મામલે રાજ્ય સરકાર દ્વારા પહેલાં નાગરાજનને તપાસ સોંપાઈ હતી. પરંતુ નાગરાજનને ચૂંટણીની જવાબદારી હોવાથી હવે પંકજ કુમારને તપાસ સોંપાઈ છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કેમિસ્ટ્રી વિભાગને જોડતો સમગ્ર મામલો હોવાની ચર્ચા છે. યુનિવર્સીટીના પૂર્વ વિદ્યાર્થીએ એક વિડિયો વાયરલ કર્યો છે. વિડિઓમાં ફીઝીકલ કેમીસ્ટ્રી વિષયની કોરી ઉત્તરવહીમાં ગુણ સુધારી પાસ કરવાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. MSC સેમ 2ની ફીઝીકલ કેમીસ્ટ્રી વિષયની ઉત્તરવહી કોરી હોવા છતાંય વિઘાર્થીને પાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો છે. જ્યારબાદથી HNGU યુનિવર્સિટીના કુલપતિ સામે અનેક સવાલો ઉભા થયા છે.

NSUI કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે MBBSના 3 વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવામાં આવ્યા છે. આરોપ લગાવી કુલપતિ પાસે જવાબ માગ્યો હતો. કુલપતિ જે.જે વોરાના ગોળગોળ જવાબથી NSUI કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. બાદમાં હોબાળો વધારે થતા કુલપતિએ સિક્યૂરિટી બોલાવી NSUI કાર્યકરોને બહાર કાઢ્યા હતા. બહાર જતા NSUI કાર્યકરોના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો

MBBS વિધાર્થીને પાસ કરવાનો કોંભાડનો મામલે MLA કિરીટ પટેલે કહ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં 116ની નોટિસ દાખલ કરી હતી. ગૃહ અધ્યક્ષે નોટીસ માન્ય રાખી 31 માર્ચે ચર્ચા કરવામા આવશે. ન્યાયિક તપાસ માટે CID ક્રાઇમને તપાસ સોંપવા માંગણી કરી છે. ન્યાયિક તપાસ નહિ થાય તો અમે આંદોલન કરીશુ એવી ચિમકી ઉચ્ચારી છે.  મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય કિરીટ પટેલે  કુલપતિ  બી.. પ્રજાપતિ સામે યુનિવર્સિટીમાં આચરેલા ભ્રષ્ટાચાર મુદ્દે ACBમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદને લઈને ACB દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.

મામલે થોડા દિવસ અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. વર્ષ 2018માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી. તેના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે તે અંગેના યોગ્ય રીપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે. કેસમાં કોણ કોણ દોષિત છે તેમની સામે યોગ્ય પગલાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક અને IAS અધિકારી નાગરાજનની કેસની વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમીટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી જે કોઇ દોષી હશે તેનો રિપોર્ટ સરકારને આપશે.
 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે જેમાં વર્ષ 2018માં મેડિકલની એફ.વાય MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ મામલે તપાસ સોપાઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2018માં રીએસેસમેન્ટ દરમ્યાન ગેરરીતી થયા હોવની લેખિત અરજી કારોબારી સભ્ય દ્વારા કરાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર કરાયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મેડિકલ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર થયો હતો. MBBSના પ્રથમ વર્ષના 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાઈ હતી

 

(12:34 am IST)