Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

દેવગઢ બારીયા તાલુકાના ડાગરીયા ગામે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ: ત્રણ લોકોના મોત

દાહોદ કાર અથડાતા દોઢ વર્ષની બાળકી સહીત એક મહીલા અને અન્ય એકનું સારવાર દરમ્યાન મોત

દાહોદ: દાહોદના ડાગરીયા ગામે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં દેવગઢ બારીયા તાલુકાના ડાગરીયા ગામે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કાર અથડાતા દોઢ વર્ષની બાળકી સહીત એક મહીલા અને અન્ય એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેના પગલે દેવગઢબારીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(1:09 am IST)