Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

એપ્રિલની તા.૪, ૭ અને ૮ મીએ જાહેર રજાના દિવસોમાં પણ દસ્‍તાવેજ નોંધણી ચાલુ

તા.૧૪ એપ્રિલ સુધીમાં સ્‍ટેમ્‍પ ખરીદી પક્ષકારોની સહી થઇ ગયેલ દસ્‍તાવેજમાં ૪ માસ સુધી હાલની જંત્રી જ લાગુ પડશેઃ જેનું દેવન

રાજકોટ, તા., ૩૦ : રાજયના સ્‍ટેમ્‍પ ડયુટી અધિક્ષક અને નોંધણી સર નિરીક્ષક શ્રી જેનું દેવન (આઇ.એ.એસ.) એ રજાના દિવસોમાં દસ્‍તાવેજ નોંધણી અને ૧પ એપ્રિલ પહેલા ખરીદેલ સ્‍ટેમ્‍પ પર લાગુ પડવા પાત્ર જંત્રી અંગે મહત્‍વની સ્‍પષ્‍ટતા કરી છે.

શ્રી જેનુ દેવનએ જણાવ્‍યું છે કે તા.૧પ-૪-ર૦ર૩ કે તે પછી નોંધણી માટે રજુ થતો દસ્‍તાવેજ તા.૧પ-૪-ર૦ર૩ પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્‍તાવેજમાં તા.૧૫-૪-ર૦ર૩ પહેલા તા.૧૪-૪-ર૦ર૩ સુધીમાં પક્ષકારોની સહી થઇ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્‍તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમની પુરેપુરી સ્‍ટેમ્‍પ લગાડેલ હશે તો આવો દસ્‍તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્‍તાવેજમાં તા.૧૫-૪-૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહી પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ જુની જંત્રીના ભાવ મુજબ દસ્‍તાવેજમાં મિલ્‍કતની બજાર કિંમત તથા સ્‍ટેમ્‍પ ડયુટી ગણવામાં આવશે.

તા.૧૫-૪-ર૦ર૩ પહેલા પક્ષકારો વચ્‍ચે મિલ્‍કતના વેચાણનો બાનાખતનો દસ્‍તાવેજ કરવામાં આવેલ હશે અને તા.૧પ-૪-ર૦ર૩ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલ્‍કતનો તે જ પક્ષકારો વચ્‍ચે વેચાણ દસ્‍તાવેજ કરવામાં આવશે. તો તેવા કિસ્‍સામાં વેચાણ દસ્‍તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલ્‍કતની બજાર કિંમત મુજબની સ્‍ટેમ્‍પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂા. ૩૦૦ થી વધુ રકમની વાપરેલ સ્‍ટેમ્‍પ ડયુટી વેચાણ દસ્‍તાવેજ ઉપર ભરવાની થતી સ્‍ટેમ્‍પ  ડયુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.

રાજયની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ખાતે દસ્‍તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્‍યાનમાં રાખી તા.૪-૪ તા.૭-૪ તથા તા.૮-૪ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ ર૮૭ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ખાતે દસ્‍તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે.

(12:11 pm IST)