Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સુરતમાં રામભક્‍તએ 222 તોલા સોનામાંથી રામાયાણ લખીઃ માત્ર રામનવમીના દિવસે જ રામાયણને દર્શનાર્થે જોઇ શકાય

રામાયણ લખનાર રામભાઇએ જર્મનીથી પાના મંગાવી સોનુ, ચાંદી, હીરા, માણેકથી શણગારી રામાયણનું સર્જન કર્યુઃ રામાયણની કિંમત કરોડોમાં

સુરત: આજે દેશભરમાં ભગવાન રામના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ આ પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સુરતમાં રામનવમીના પર્વની ઉજવણી નિમિત્તે લોકોના દર્શન માટે સોના-ચાંદીથી બનેલી રામાયણ મૂકવામાં આવી જેને જોઈને લોકો દંગ રહી ગયા. ભગવાન રામના જીવનકાલને રામભક્તો સ્વર્ણકાલ માની રહ્યા છે. ભગવાન હોવા છતાં એક સામાન્ય માનવી ની જેમ તેઓએ પોતાનું જીવન વ્યતીત કર્યું અને મર્યાદા પુરુષોત્તમ કહેવાય. રામની જીવની અંગે ઋષિ વાલ્મિકીની રામાયણ અંગે ઘણું સાંભળ્યું હશે પરંતુ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે કે જે માત્ર વર્ષમાં એક વાર રામનવમી ના દિવસે જાહેર જનતા માટે મુકવામાં આવે છે. 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્ર માં જ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આ રામાયણ લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી.

સુવર્ણ રામાયણ અંગે ખાસ વાતો...

ભગવાન શ્રી રામના જન્મ ને તેમના ભક્તો ભક્તિ ભાવ થી ઉજવે છે. ભક્તિ અને શક્તિના પ્રતીક ભગવાન રામને ભક્તો રામનવમીને દિવસે ભાવપૂર્વક ઉજવીને ભગવાન રામ પ્રતિ એમની આસ્થાના ભાવ વ્યક્ત કરે છે. સુરતના લોકો માટે રામનવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે કારણ કે આ દિવસે રામ ભક્તો ને સોનાની રામાયણ જોવા મળે છે. આ સોનાની રામાયણ ભક્તો માટે વર્ષમાં એકજ દિવસ લોકોના દર્શન માટે મુકવામાં આવે છે માત્ર રામનવમી ના દિવસે ભક્તો આ સુવર્ણ રામાયણ જોઈ શકે છે. બીજી વાર જો આ સ્વર્ણ રામાયણ જોવી હોય તો એક વર્ષ રાહ જોવી પડે છે.

222 તોલા સોનાનો ઉપયોગ

530 પાનાની સોનાની આ રામાયણ  222 તોલાના સ્વર્ણ ની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમ થી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે. સુવર્ણ રામાયણના સુવર્ણ રામાયણના મુખપૃષ્ઠ પર ભગવાનશ્રી રામચંદ્રની મૂર્તિ 20 તોલા સોનામાંથી, શ્રી શંકર ભગવાનની મૂર્તિ એક તોલા સોનાની, જ્યારે શ્રી ગણેશજીની તેમજ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ અડધા-અડધા તોલાની બનાવવામાં આવી છે. 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્ર માંજ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે.

5 કરોડવાર શ્રીરામનું નામ

આ રામાયણ માં 5 કરોડ વાર શ્રીરામ લખવામાં આવ્યુ છે. આ રામાયણ લખનાર રામભાઈ ભક્તના સંબધી ગુણવંત ભાઈએ જણાવ્યું કે, રામાયણ માટે જર્મની થી પાના મંગાવવમાં આવ્યા હતા જેને પાણીથી ધોવા છતાં પણ  તેની ઉપર કોઈ અસર થતી નથી . જર્મનીનો આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી. વર્ષમાં એક વાર આ રામયણ ભક્તોના દર્શન માટે મુકવામાં આવે છે. ભક્તો પણ આ સોનાની રામાયણ ના દર્શન કરીને ધન્ય થઈ જાય છે

(5:21 pm IST)