Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વડોદરા:બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેંચતા શખ્સની ધરપકડ

 વડોદરાઃ શહેર પોલીસે ગાંજાનો વધુ એક કેસ  કરી પેડલરની અટકાયત કરી છે.ગાંજો ક્યાંથી લાવતો હતો તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. બાપોદ જકાતનાકા વિસ્તારમાં મુખી નગર-૧ની સામે ટાયર પંચર કરવાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો. પોલીસે દુકાનદાર ભરત ગબ્બરભાઇ સોલંકી(શક્તિનગર,ન્યુ વીઆઇપીરોડ)ને ઝડપી પાડી રૃ.૨૭૦૦ ની કિંમતનો ૨૭૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.આ ગાંજો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો તેમજ કોને વેચતો હતો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:21 pm IST)