Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ધારીખેડા સુગર ફેક્ટરી પાસે મો.સા.ઉપર ટ્રિપલ સીટ જનાર ત્રણ વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ધારીખેડા સુગર ફેક્ટરી નજીક આમલેથા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન મો.સા.ઉપર ત્રણ સવારી જતા ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
  પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પીએસઆઇ એસ.ડી. પટેલ અને પોલીસ ટિમ વાહન ચેકીંગમાં નીકળી હતી તે સમયે નાંદોદ ના ધારીખેડા પાસે સુગર ફેક્ટરી નજીક મો.સા.પર ત્રણ સવારી બેસી જનાર જીતેન્દ્રભાઈ સોમા ભાઈ વસાવા,અમૃતભાઈ જેઠાભાઈ વસાવા તથા પ્રકાશ ભાઈ ઉદેસીંગભાઈ,તમામ રહે.ખોજલવાસાલ તા.નાંદોદ પકડાઈ જતા પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:50 pm IST)