Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડોદરા:ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ માતાના ઠપકાનું લાગી આવતા ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:ધો.૧૨ સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીને અભ્યાસ બાબતે માતાએ ઠપકો આપતાં તેને લાગી આવતાં પંખા સાથે ઓઢણી વડે ફાંસો ખાીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધુ હતુ.

ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર રહેતી ૧૭ વર્ષની તરૃણી ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે અને આજે કેમેસ્ટ્રીની પરીક્ષા હતી. ગત રાત્રે વિદ્યાર્થિની  પરીક્ષાની તૈયારી કરવાના બદલે ટી.વી.  જોયા કરતી હતી. જેથી તેની માતાએ ઠપકો આપ્યો હતો કે, ટીવી બંધ કરીને પરીક્ષાની તૈયારી કર. આવતીકાલે પરીક્ષા છે. મમ્મીના ઠપકાથી વિદ્યાર્થિનીને લાગી આવ્યું હતુ. થોડીવાર પછી નીચે આવી ત્યારે રૃમનો દરવાજો અંદરથી બંધ હતો. મમ્મીએ બારી ખોલીને જોયું તો તેની પુત્રી પંખા પર લટકતી હતી. જેથી તેમને બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. અને બારીનો કાચ તોડીને દરવાજાની સ્ટોપર ખોલી હતી. તેમને પંખા પર લટકતી તરૃણીને નીચે ઉતારી હતી. તે સમયે તરૃણીનો શ્વાસ ચાલતો હોઈ એમ્બ્યુલન્સ બોલાવી તરૃણીને સારવાર અર્થે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

(5:17 pm IST)