Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પૂનમ પૂર્વે મોડાસાના ઈટાડી ગામે સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉન:અંબાજી મંદિર બંધ રહેશે

ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા ૩૦ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોમ્બર સુધી સ્વયંમભૂ લોકડાઉન જાહેર

મોડાસા :કોરોના વાયરસના કારણે દરરોજ એક પછી એક ગામો, તાલુકા અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. ત્યારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ઈટાડી ગામે આવેલ સુપ્રસિદ્ધ ઈટાડી અંબાજી મંદિર પૂનમના દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓએ લીધો છે

  ઈટાડી ગામમાં કોરોનાનું સંકટ ઘેરું બનવાની સંભાવનાના પગલે લોકોએ વેપારીઓ સાથે મળી એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો ગામમાં ફરજીયાત માસ્ક પહેરવું,અને સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી કરવા અને નિયમ તોડનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની ગ્રામ પંચાયતે જાહેરાત કરી હતી. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર પ્રસરતા ગ્રામ્ય વિસ્તારોમાં ધીરે ધીરે લોકો કોરોના વાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે ઈટાડી ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને રોકવા માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા ૩૦ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોમ્બર સુધી સ્વયંમ ભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

(6:43 pm IST)