Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પ્રથમ ચરણમાં ૨.૩૯ કરોડ મતદારો : ૩૯ પક્ષો, ૭૧૮ ઉમેદવારો

કાલના મતદાનમાં ૯૯ વર્ષથી વધુ વયના ૪૯૪૫ મતદારો : ૨૫૪૩૦ મતદાન મથકો : ૧,૦૬,૯૬૩ કર્મચારીઓ ફરજ પર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે સવારે ૮ થી ૫ વાગ્‍યા સુધી યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

*                          કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ ૧૯(કચ્‍છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)

*                          કેટલી બેઠક માટે મતદાનઃ         ૮૯

*                          કુલ ઉમેદવારોઃ    ૭૮૮

                             ૭૧૮ પુરૂષ ઉમેદવાર

                             ૭૦ મહિલા ઉમેદવાર

*                          રાજકિય પક્ષોઃ     ૩૯ રાજકીય પક્ષો

*                          કુલ મતદારો : ૨,૩૯,૭૬,૬૭૦

                             ૧,૨૪,૩૩,૩૬૨ પુરૂષ મતદારો

                             ૧,૧,૫,૪૨,૮૧૧ મહિલા મતદારો અને

                             ૪૯૭ ત્રીજી જાતિના મતદારો

*                          ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારો :        ૫,૭૪,૫૬૦

*                          ૯૯ વર્ષથી વધુ વય ધરાવતા મતદારો :   ૪,૯૪૫

*                          સેવા મતદારો :    કુલ ૯,૬૦૬

                             ૯,૩૭૧ પુરૂષ

                             ૨૩૫ મહિલા

 

*                          NRI મતદારોઃ     કુલ ૧૬૩, ૧૨૫ પુરૂષ, ૩૮ મહિલાઓ

*                          મતદાન મથક સ્‍થળો :     ૧૪,૩૮૨

                             ૩,૩૧૧ શહેરી વિસ્‍તારોમાં અને

                             ૧૧,૦૭૧ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં

*                          મતદાન મથકો :   ૨૫,૪૩૦

                             ૯,૦૧૪ શહેરી વિસ્‍તારોમાં અને

                             ૧૬,૪૧૬ ગ્રામ્‍ય મતદાન મથકો

*                          વિશિષ્ટ મતદાન મથકોઃ    ૮૯ મોડલ મતદાન મથકો

                             ૮૯ દિવ્‍યાંગ સંચાલિત મતદાન મથકો

                             ૮૯ ઈકો ફ્રેન્‍ડલી મતદાન મથકો

                             ૬૧૧ સખી મતદાન મથકો

                             ૧૮ યુવા સંચાલિત મતદાન મથકો

*                          EVM-VVPAT :  ૩૪,૩૨૪ BU

                             ૩૪,૩૨૪ CU અને

                             ૩૮,૭૪૯ VVPAT

*                          મોરબીની ૬૫-મોરબીમાં ૧૭ ઉમેદવારો હોવાથી ૦૨ બેલેટ યુનિટ તથા,  સુરતના લિંબાયતમાં ૪૪ ઉમેદવારો હોવાથી ૦૩ બેલેટ યુનિટ વપરાશે.

*                          મતદાન સ્‍ટાફની વિગતઃ   કુલ ૧,૦૬,૯૬૩ કર્મચારી/અધિકારી

                             ૨૭,૯૭૮ પ્રિસાઈડોંગ ઓફિસર્સ અને ૭૮,૯૮૫ પોલીંગ સ્‍ટાફ

*                          વોટર ઈન્‍ફોર્મેશન સ્‍લીપનું વિતરણઃ તમામ ૧૯ જિલ્લાઓમાં

*                          તા. ૧ ડિસેમ્‍બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

મતદારો માટે ઉપયોગી વેબસાઈટસ

૧. National Voters Service Portal (NVSP) - www.nvsp.in

  * મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે

   * e-EPIC ડાઉનલોડ કરવા માટે

   * તમારા મતવિસ્‍તારની વિગતો જાણવા માટે

  * તમારા વિસ્‍તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

૨. મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ - ceo.gujarat.gov.in

* ઉમેદવારોના ફોટોગ્રાફસ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત  ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

* મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે મતદારો માટે ઉપયોગી મોબાઈલ એપ

૧. Voters Helpline App:

* પોતાનું મતદાન મથક શોધવા માટે

* ઉમેદવારની માહિતી મેળવવા માટે

* તબક્કાવાર ચૂંટણી પરેણામો જાણવા માટે

* EVM વિશેની વિગતો મેળવવા માટે

૨. Know Your Candidate:

* ઉમેદવારોના ફોટોગ્રાફસ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત  ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

૩. c-VIGIL App: આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા

૪. PwD App :

* દિવ્‍યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા

* વ્‍હિલચેરની સુવિધા મેળવવા માટે

* પોતાના મતદાન મથકનું સ્‍થળ જાણવા.

(11:24 am IST)