Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ઘંટડી રણકતા જ કન્‍ટ્રોલરૂમમાં તેનાત અર્ધલશ્‍કરી બળ તાબડતોડ સ્‍થળ પર દોડી જશે

રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર અકિલા સમક્ષ કાલે ગુજરાતભરમાં મતદાન માટે પોલીસ કેવી સજજ છે? તેની એસકલુઝિવ વિગતો વર્ણવે છે : ગોંડલ સહિતના અતિ સંવેદનશીલ બુથ પર સીએપીએફની ટુકડીઓ આધુનિક હથિયાર સાથે એલર્ટ મોડમાં રાજ્‍યભરમાં રહેશેઃ વડોદરા સીપી શમશેરસિંઘ દ્વારા અદ્‌ભૂત વ્‍યવસ્‍થા : રાજકોટ સીપી રાજુ ભાર્ગવ દ્વારા જંગલેશ્વર, પોપટપરા સહિતના વિસ્‍તારો માટે જાત નિરીક્ષણ બાદ ખાસ રણ નીતિ : અમદાવાદમાં ભયજનક મતદાન મથકોનું ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ રાખવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ ટીમ દ્વારા નિર્ણય

રાજકોટ,તા.૩૦: વિધાનસભા પ્રથમ  ફેઝની ચૂંટણી આડે મતદાન કરવા આડે હવે ગણત્રીના કલાકો બાકી છે, અને પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્‍યારે લોકશાહીના આ પર્વની સામાન્‍ય લોકો નિર્ભિક થયને મતદાન કરે તથા ચૂંટણી આચાર સંહિતાનું પૂરે પૂラરુ પાલન થાય તે માટે અભૂત પૂર્વ પોલીસ બંદોબસ્‍ત આખા ગુજરાતમાં રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર દ્વારા ગોઠવાયો છે. જયા પોલીસ સ્‍ટાફ ઓછો હોય તે સ્‍ટાફની પૂરતી કરવામાં આવી છે,

સંવેદન અતિ સંવેદનશીલ વિસ્‍તારોને અલગ તારવી કલેક્‍ટર તંત્ર સાથે સંપર્કમાં રહી CAPF સેન્‍ટ્રલ આર્મડ ફોર્સના કોઇ પણ પરિસ્‍થિતિને કન્‍ટ્રોલ કરી શકે તેવા ચુનદા જવાનો આધુનિક હથીયારો સાથે એલર્ટ મોડમાં રહેશે તેમ મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમારે અકિલા સાથે ની વાતચીતમાં જણાવેલ છે.

અર્ધ લશ્‍કરી દળ દ્વારા જે તે શહેર જિલ્લામાં મોરચો સાંભળી લેવાયો છે, વધારાના પોલીસ સ્‍ટાફને જે ફરજ અન્‍ય શહેર જિલ્લાની સુપ્રત થતાં તે સ્‍થળે રવાના થયા છે.

અકિલા સાથેની વાતચીતમાં રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા લો એન્‍ડ ઓર્ડર નરસિંહમા કોમાર દ્વારા  દરેક પોલીસ મથકમાં અર્ધ લશ્‍કરી દળ રહેશે, કોઇ ફોન મળ્‍યે તુરંત સ્‍થળ પર પોહચી જશે. અર્ધ લશ્‍કરી દળ સાથે એક્‍ઝીકુટિવ મેજિસ્‍ટ્રેટ, ક્‍વિક રિસ્‍પોન્‍સેબલ સેલ કાર્યરત રહેનાર હોવાનું પણ ઉકત અધિકારીઓ જણાવે છે.

સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્‍ચે ખરાખરીનો જંગ હોવાથી પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કાયદો વ્‍યવસ્‍થા ન ખોરવાઇ તે માટે તમામને વિશ્વશમાં લીધા છે. અમદાવાદમાં મહાનુભાવ બંદોબસ્‍ત સમયે ઉપયોગમાં લેવાતા ડ્રોન કેમેરા દ્વારા પરિસ્‍થિતિનું મોનીટ ટરિંગ કરવાની રણ નીતિ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવ દ્વારા ક્રાઇમ વડા પ્રેમવીરસિંહ , નીરજ બડ ગુજર અને અજયકુમાર ચોધરી સાથે ચર્ચા કરી તૈયાર કરી છે.

વડોદરામાં પ્રવર્તમાન રાજકીય પરિસ્‍થિતિના રિપોર્ટ, અતીતની સ્‍થિતિ વિગેરે સમીક્ષા કરી બંદોબસ્‍ત ગોઠવાયો છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જંગલેશ્વર, ભિસ્‍તીવાડ, પોપટપરા સહિતના વિસ્‍તારોમાં જાત નિરીક્ષણ કરી બંદોબસ્‍ત રણ નીતિ ઘડી છે. અને છેલ્લે આઇબી વડા અનુપમસિંહ ગેહલોત ટીમ પણ રાજ્‍યભરમાં પ્રસરી લોકો અને રાજકીય પક્ષોના મનમાં શું છે તેનો તાગ મેળવી સ્‍થાનિક તંત્રને એલર્ટ કરી રહી છે.

 

(4:12 pm IST)