Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કોંગ્રેસના ઉમેદવારો પર કટાક્ષ કરતા રૂપાલાએ કહ્યું-- કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો કામ કોની પાસે કરાવશે

ડીસામાં સભા સંબોધન સમયે કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ તેમના અંદાજમાં કોંગ્રેસના ઉમેદવારોને આડેહાથ લીધા

બનાસકાંઠાના ડીસામાં સભા સંબોધન સમયે કેન્દ્રીય પ્રધાન પરશોત્તમભાઈ  રૂપાલાએ તેમના અંદાજમાં કોંગ્રેસના ઉમેદવારોને આડેહાથ લીધા. કોંગ્રેસના ઉમેદવારો પર કટાક્ષ કરતા રૂપાલાએ કહ્યું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો કામ કોની પાસે કરાવશે. કારણ કે 2022માં પણ ભાજપની જ સરકાર બનવાની છે.

 તેમણે ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસમાં જોડાયેલા લેબજી ઠાકોર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે લેબજી ઠાકોરે ભૂલ કરી છે. કારણ કે 25 વર્ષ સુધી હજી કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે. જ્યારે નર્મદાનું પાણી ગુજરાતમાં પહોંચાડવા અંગે કોંગ્રેસ અને મેધા પાટકરને પર ગંભીર આરોપ લગાવ્યાં

(7:07 pm IST)