Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાજ્યની ૬ કરોડ ની જનતાનો રાજ્ય સરકારે ભરોસો તોડ્યો શેની ભરોસાની સરકાર? રાજ્ય સરકારે બે રોજગાર યુવાનો,ખેડૂતો,વેપારીઓ અને આમ જનતા નો ભરોસો તોડ્યો : ૨૭ વર્ષના એકચક્રી શાસનના કારણે યુવાનો બેકાર બન્યા પેપર ફૂટ્યા તેમજ કારમી મોંઘવારીએ જનતા ની કમર તોડી: વિરજીભાઈ ઠુંમરના તીખા સવાલ

રાજય સરકારના ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રો સામે લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારની તડાફડી

રાજકોટ તા.૩૦ :લાઠી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે રાજય સરકારના ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રો સામે સીધા અને તીખા સવાલ કરી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું જે રાજ્યમાં ૨૭ વરસથી ભાજપનું એકધારું એકચક્રી શાસન અને વહીવટ ચાલી રહ્યો છે પણ સામાન્ય જન જીવનમાં કોઈ સુધારો જોવા મળતો નથી તો પછી કેવી રીતે ભરોસાની સરકાર કહી શકાય રાજ્યની જનતા અનેકવાર ભરોસો મુક્યો પણ જનતા ને શુ મળ્યું?

સમગ્ર દેશ કોરોનાની ઝપટમાં આવ્યો ત્યારે રાજ્યમાં કોવિડ૧૯ની શુ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી કેટલા લોકો સારવારના અભાવે મૃત્યુ પામ્યાં તે રાજ્યની જનતા જાણે છે

 રાજ્યમાં અનેકવાર પેપર ફૂટવાના બનાવ બન્યા જેના કારણે રાજ્યના યુવાનો બેકાર બન્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વિમુખ થયા ખેડૂતોના પાક વીમો હજુ સુધી ખેડૂતોને મળ્યો નથી સમયસર પિયતનું પાણી તેમજ વીજળી અને જમીન રિસર્વે બાબતે   પણ ખેડૂતોને સતત અન્યાય જોવા મળી રહ્યો અનેકવાર ખેડૂતો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે

 વેપારીઓને જી એસ ટી ના કારણે ધંધા રોજગારમાંપણ ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને સૌથી વધુ અસર  અને મુશ્કેલીઓ રાજ્યની જનતાને મોંઘવારી નો માર સહન કરવાની ફરજ પડી રહી છે.

  ત્યારે ભાજપ સરકાર કહે છે ભરોસાની સરકાર જો ભરોસાની સરકાર હોય તો મુખ્યમંત્રી સહિત આખું પ્રધાનમંડળ ફેરવવાની શુ ફરજ પડી ? ભાજપની રાજ્યની જનતા ને ગેરમાર્ગે દોરી ભ્રમિત કરી મત મેળવવાની કરી આ વખતે ફાવશે નહિ અને રાજ્યની શાણી જનતા કોંગ્રેસને બહુમતી આપી સરકાર બનાવશે તે નિશ્રિત હોવાનું અંતમાં ધારાસભ્ય અને લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું

(7:23 pm IST)