Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા ૩૮૧ કેસ રાજ્યમાં નોંધાયા : છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં એક્ટિવ કેસ વધીને ૨૨૪૭ થયા : રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા ૩૮૧ કેસ રાજ્યમાં નોંધાયા છે, જ્યારે આજે વધુ ૨૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૬૮,૫૬૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના થકી રાજયમાં કોઈ મૃત્યુ નથી નોંધાયું. રાજયમાં કોરોના થકી કુલ મૃત્યુઆંક ૧૧૦૫૪ થયો છે અને રાજ્યમાં કોરોનાનો રિકવરી દર ૯૮.૯૬ છે.

 

રાજયમાં કોરોના રસીકરણ અભિયાન થકી આજે વધુ ૫૫૫ લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૮૧,૦૧,૧૦૮ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ ૨૨૪૭ એક્ટિવ કેસ છે, જેમાંથી ૬ દર્દી વેન્ટિલેટર પર છે જયારે ૨૨૪૧ દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે.

 

રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર આંકળાકીય સૂચિ નીચેના કોષ્ઠક માં દર્શાવામાં આવેલી છે.

(7:41 pm IST)