Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વડોદરામાં રથયાત્રા પર થયેલ પથ્થરમારાના પડઘા ગાંધીનગરમાં પડ્યા

હર્ષ સંઘવી સાથે DGP સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક:ઝડપથી અને દાખલારુપ કાર્યવાહી કરવા આદેશ

વડોદરા:શહેરમાં થયેલા તોફાનના પડઘા ગાંધીનગર સુધી પડ્યાં છે. ત્યારે વડોદરામાં DGP સહિત ઉચ્ચ અધિકારીઓની આ મામલે બેઠક યોજવામાં આવી હતી. વડોદરાના ત્રિનેત્ર સેન્ટરમાં યોજાયેલી બેઠકમાં નરસિમ્હા કોમર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે સીસીટીવીનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં વધુ એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ ઘટનાને પગલે SRP 2 ટુકડી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિત 500 જેટલા તાલીમાર્થી પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફતેહપુરા સહિત આસપાસના વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં અંદાજે ત્રણથી ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરામારાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ જોવા મળી રહ્યું છે. હાલ આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

(8:39 am IST)