Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વડોદરામાં જુથ અથડામણ : શોભાયાત્રા ઉપર પથ્‍થરમારો

રામનવમીના પાવન પર્વ પર અશાંતિ ફેલાવવાનો પ્રયાસ : પોલીસ ઘટનાસ્‍થળે : અજંપો : મુર્તિને ખંડિત કરવાનો પ્રયાસઃ વાહનોમાં પણ તોડફોડઃ પરિસ્‍થિતિ નિયંત્રણમાં: શાંતિની અપીલ

વડોદરા, તા.૩૦: આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં ભક્‍તો ભગવાન રામના દર્શન કરવા મંદિરે જઈ રહ્યા છે તો કેટલીક જગ્‍યા ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આવામાં વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સામે આવી રહ્યું છે. બે જૂથ વચ્‍ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્‍થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્‍યું છે.

આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે.રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી, તે સમયે થયો પથ્‍થરમારો થયો હતો. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્‍થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્‍યા છે. સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

વિશ્વ હિન્‍દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્‍ત આપવામાં આવ્‍યો નહતો જેને લઈને પોલીસ દ્વારા કહેવાયું કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્‍યાંથી અહીં (ફતેપુરા) પોલીસ સાથે જ છે. જ્‍યાં જ્‍યાં શોભાયાત્રા નીકળે છે ત્‍યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. એસઆરપી પણ હોય છે. પુરતો બંદોબસ્‍ત છે એનો કોઈ ઈશ્‍યુ નથી.

કેટલાક વાહનોમાં તોડફોડ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્‍તારમાં શોભાયાત્રા પર પથ્‍થરમારો થયો છે અને પોલીસ સ્‍ટેશન ખાતે લોકોના ટોળા ઉમટયા છે. કારેલીબાગના ભુતડી ઝાપા વિસ્‍તારમાં પથ્‍થરમારો થતા પોલીસ મથક પર ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે

પ્રત્‍યક્ષદર્શીના જણાવ્‍યા મુજબ ૧૫૦૦ લોકોનું ટોળું ત્‍યાં આવી ચડ્‍યું હતું. પોલીસે વાતાવરણ તંગ બનતા લાઠીચાર્જ કરવો પડ્‍યો.

હાલ પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે છે અને વિસ્‍તારમાં કોમ્‍બિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ વિસ્‍તાર સંવેદનશીલ વિસ્‍તાર ગણાય છે. વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ હિન્‍દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્‍ત આપવામાં આવ્‍યો નહતો જેને લઈને પોલીસ દ્વારા કહેવાયું કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્‍યાંથી અહીં (ફતેપુરા) પોલીસ સાથે જ છે. જ્‍યાં જ્‍યાં શોભાયાત્રા નીકળે છે ત્‍યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. એસઆરપી પણ હોય છે. પુરતો બંદોબસ્‍ત છે એનો કોઈ ઈશ્‍યુ નથી.

(3:17 pm IST)