Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે રામભાઇ મોકરીયાની મુલાકાત

રાજકોટઃ નવી દિલ્‍હીમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા સાથે ગુજરાતના રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત લીધી હતી અને ભાજપના સંગઠન સહિતની બાબતો અંગે માર્ગદર્શન મેળવ્‍યું હતું. અને જુદા- જુદા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. રામભાઈ મોકરીયાએ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડાને હિન્‍દુ નવ સવંત્‍સર અને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી હતી. આ તકે સાંસદ રમીલાબેન બારા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:31 pm IST)