Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સાણંદ તાલુકામાં “પીસી-પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪” અન્વયે ખાનગી તબીબોનો સેન્સીટાઇઝેશન વર્કશોપ યોજાયો

ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ દ્વારા બાબા કે બેબીની તપાસ દ્વારા જન્મ સમયે બાબા બેબીનાં પ્રમાણમાં વધતા જતા તફાવતને દુર કરવા સરકાર દ્વારા પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ નાં અમલ અને તેની ગંભીરતાની જાણકારી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ તાલુકામાં “પીસી-પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪” અન્વયે તાલુકા કક્ષાનાં ઇન્ડીયન મેડીકલ અસોશીયેશન અને તાલુકા હેલ્થ કચેરી-સાણંદનાં સહયોગથી ખાનગી તબીબોનો સેન્સીટાઇઝેશન વર્કશોપ યોજાયો હતો. તા.૨૯/૦૩/૨૦૨૩ નાં રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ સાણંદ તાલુકામાં ખાનગી હોસ્પીટલનાં તબીબોનો “પીસી-પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪” અન્વયે સેન્સીટાઝેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપ પૂર્વ ડાયરેક્ટર ડૉ. આર.આર.વૈધ, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ખાનગી તબીબોને સેન્સીટાઇઝ કરવા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્ય હતુ. વર્કશોપ સાણંદ તાલુકાનાં ઇન્ડીયન મેડીકલ એસોશીયેશનનાં પ્રમુખ ડૉ. જી.કે.ચૌહાણની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો હતો. જિલ્લા કક્ષાએથી ડૉ.ચિંતન દેસાઇ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં સાણંદ તાલુકાનાં ૫૦ જેટલા ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દ્વારા હાલમાં ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ દ્વારા બાબા કે બેબીની તપાસ દ્વારા જન્મ સમયે બાબા બેબીનાં પ્રમાણમાં વધતા જતા તફાવતને દુર કરવા સરકાર દ્વારા પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ નાં અમલ અને તેની ગંભીરતાની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા ઉપસ્થિત ખાનગી તબીબોને હાલમાં કોરોનાની પરિસ્થિતી અને કરોના વધુ ન ફેલાય તેમાટે જરૂરી સાવચેતીનાં પગલા લેવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.કે.વાઘેલાની દેખરેખ હેઠળ યોજાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ ખાનગી તબીબોને “પીસી-પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪” નાં અમલ કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી. અને વર્કશોપમાં ઉપસ્થિત રહેવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(12:37 pm IST)