Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વડોદરાની ઘટનાનું જુમ્‍મા નમાજમાં રીએકશન આવતું રોકવા રાજયભરમાં એલર્ટ જાહેર

મુખ્‍ય પોલીસ વડાં વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસીહમાં કોમાર તરફથી ટોચના અધિકારીઑ માટે તાકીદના આદેશ છૂટયાઃ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને સાથે રાખી ત્‍યાંથી જ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, વડોદરા સીપી શમશેર સિંદ્ય પાસેથી તમામ વિગતો મેળવી રાતોરાત કોમ્‍બીંગ : આઇબી વડા અનુપમ સિહ ગેહલોત સાથે ચર્ચા કરી આઇબી રીપોર્ટ મેળવ્‍યા બાદ ૪ એસપી, સહિત અનુભવી ડીવાયએસપી, પીઆઇ,પોલીસ દળ અને અર્ધ લશ્‍કરી દળ વડોદરા રવાના કરાયેલ : શમશેર સિંઘ ટીમ દ્વારા ૩૫૬ કરતા વધુ સીસીટીવી કેમેરાઓ ચકાસી એક એક તોફાનીઓને વીણવા કવાયત, ૨૦ વિરૂદ્ધ એફઆઇઆર, ૨૦ થી વધુ સામે પગલાંઓ

રાજકોટ તા. વડોદરામાં રામ નવમી શોભા યાત્રા સમયે બનેલ પત્‍થર ફેકવાની ઘટનાના આજે શુક્રવારે જુમ્‍મા નમાજ સમયે કોઈ અસામાજિક તત્‍વો લાભ ન ઉઠાવે તે બાબત ધ્‍યાને રાખી રાજય પોલિસ તંત્રને એલર્ટ મોડમાં ગુજરાતના મુખ્‍ય પોલીસ વડાં વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા મૂકવા સાથે રાજય પોલિસ તંત્રના તમામ ઉચ્‍ચ અધિકારીઓને સાવધાની રાખવા તાકીદના આદેશ છૂટયા છે.                                  

વડોદરાની ઘટના બાદ ગૃહ રાજય મંત્રી તુરંત એક્‍ટિવ બન્ની સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને સાથે રાખી ગાંધીનગર વિડિયો બેઠક યોજી મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, નરસીહમાં કોમર તથા વડોદરા પોલિસ કમિશનર શમશેર સિંઘ પાસેથી તમામ માહિતી એકઠી કરી તોફાનીઓની ખો ભુલાવી દેવા સૂચના આપી હતી. આઇબી વડા અનુપમ સિહ ગેહલોત સાથે ચર્ચા કરી ચોક્કસ માહિતી મેળવી હતી, ત્‍યારબાદ તુરંત લો એન્‍ડ ઓર્ડર વડા દ્વારા વધારાના અનુભવી ૪ એસપી, ૩ ડીવાયએસપી તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર અને વધારાની પોલીસ સાથે અર્ધ લશ્‍કરી દળો મોકલાયા હતા.વડોદરા પોલીસ કમિશનરની આગેવાની હેઠળ રાતો રાત કોંબિંગ સાથે ૩૫૬ જેટલા સીસીટીવી કેમેરાઓ સાથે એક એક તોફાનીઓની ઓળખ ચાલી રહી છે, હાલમાં ૨૦ સામે એફઆઇઆર અને ૨૦ થી વધુની અટક કરી લેવામાં આવી છે.     

વડોદરામાં અંજપાભરી શાંતિ પ્રવૃતિ રહી છે, ગૃહમંત્રી દ્વારા તોફાનીઓ ભવિષ્‍યમાં પત્‍થર સામે પણ ન જોવે તેવા આકરા પગલાંઓ લેવામાં આવી રહ્યાનું જણાવ્‍યું છે.

(3:36 pm IST)