Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ધો.૧૦-૧૨ ની ૯૧ લાખ ઉતરવહીઓનું ૬૮ હજાર વિષય નિષ્‍ણાંત શિક્ષકો દ્વારા મુલ્‍યાંકન

ધો. ૧૦ ની ૪૯ લાખ, ધો. ૧રની ૪ર લાખ ઉતરવહીનું રાજયભરમાં ૩૩૪ મુલ્‍યાંકન કેન્‍દ્રો ઉપર કાર્યવાહી

અમદાવાદ, તા., ૩૧: ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧રની પરીક્ષા શાંતિપુર્ણ પુર્ણ થયા બાદ હવે પરીક્ષાની ઉતરવહીઓ મુલ્‍યાંકન શરૂ થયું છે. સમયસર ધો.૧૦-૧રનું પરીણામ જાહેર થાય તે માટે રાજયના વિવિધ વિષયના નિષ્‍ણાંત ૬૮ હજારથી વધુ શિક્ષકો મુલ્‍યાંકન કાર્યમાં જોડાયા છે.

ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડની પરીક્ષા પુર્ણ થતા ઉતરવહીનું મુલ્‍યાંકન શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં ૯૧ લાખ જેટલી ઉતરવહીનું મુલ્‍યાંકન કરવામાં આવશે. સૌથી વધુ ધો.૧૦માં ૪૯ લાખ ઉતરવહીની ચકાસણી કરાશે. જયારે ધો.૧ર સામાન્‍ય પ્રવાહમાં ૩૬ લાખ અને ધો.૧ર સાયન્‍સમાં પ લાખ ઉતરવહીની ચકાસણી કરાશે. જેમાં ધો.૧ર સાયન્‍સની મુલ્‍યાંકનની કામગીરી સૌથી વહેલા પુર્ણ થયા બાદ તેનું પરીણામ જાહેર કરવાની કાર્યવાહી બોર્ડ દ્વારા હાથ ધરાશે.

 રાજયમાં  ઉતરવહી મુલ્‍યાંકન માટે ૩૩૪ મુલ્‍યાંકન કેન્‍દ્રો તૈયાર કરવામાં આવ્‍યા છે. ૬૮ હજાર જેટલા શિક્ષકો દ્વારા મુલ્‍યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા સમયસર મૂલ્‍યાંકન કામગીરી પુર્ણ કરી પરીણામ જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ધો.૧૦ની ઉતરવહી મુલ્‍યાંકનની કામગીરી માટે સમગ્ર રાજયમાં ૧૬૩ કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. આ કેન્‍દ્રો પર ર૮ હજાર જેટલા શિક્ષકો દ્વારા મુલ્‍યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે.

(4:42 pm IST)