Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સુરતમાં પ્રેમ પ્રકરણની ઉલ્‍ટી ગંગાઃ સુરતની યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દેહસંબંધ બાંધી નોકરી અપાવી દેવાના બહાને 12 લાખ ખંખેર્યા

દુષ્‍કર્મનો ભોગ બનેલ કતારગામના સગીર દ્વારા અડાજણની યુવતી વિરૂદ્ધ ફરિયાદ

સુરતઃ તાજેતરમાં ગુજરાતના સુરત શહેરમાંથી ઉલટી ગંગા જેવો ઘાટ સર્જાયો હતો. એક સગીરને પ્રેમજાળમાં ફસાવી અડાજણની યુવતીએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. સુરતના કતારગામના સગીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, અડાજણની યુવતીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી 12 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. યુવતીએ સગીરને અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યા હતા. એક સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારે સગીરે રૂપિયા માંગ્યા તો તેણી અપશબ્દો બોલી ધાકધમકી આપતી હતી. ત્યારે યુવતી દ્વારા સગીર યુવક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આ ઘટનાએ બધાને ચોંકાવીને મૂકી દીધા હતા.

ત્યારે સવાલ એ છે કે, સુરત જેવા અનેક કેસ વધી રહ્યા છે. અમેરિકાથી અમદાવાદ સુધી સ્ત્રીઓ દ્વારા પુરુષ પર કરાયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સાઓ વધી રહ્યાં છે. એક સમયે મહિલાઓ શિકાર થઈ રહી હતી, ત્યારે હવે પુરુષો શિકાર બની રહ્યાં છે. આવા કિસ્સાઓનુ લિસ્ટ લાંબુંલચક છે.

નવેમ્બર 2022માં પણ પંજાબના જાલંધરમાંથી આવી જ ઘૃણાસ્પદ ઘટના બહાર આવી હતી. જ્યાં કારમાં સવાર ચાર યુવતીઓએ રોડ પરથી જ યુવકનું અપહરણ કરી ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પીડિત ગરીબ અને લેધર કારખાનામાં મજૂરીકામ કરતો હતો, બિચારાને અડ્રેસ પૂછવાના બહાને રોકી અપહરણ કરી આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

    જાન્યુઆરી 2023માં પણ મહારાષ્ટ્રના કલ્યાણમાં 32 વર્ષીય યુવતીએ 15 વર્ષના સગીરને દારૂ પીવડાવી પોર્ન મુવી બતાવી દુષ્કર્મ આચર્યું હતું.

    ફેબ્રુઆરી 2019માં કેરળમાં 32 વર્ષીય મહિલા દ્વારા સગીર સાથે દુષ્કર્મ ગુજારાયાની ઘટના પ્રકાશમાં આવી હતી.

    ડિસેમ્બર 2022માં ઉત્તરપ્રદેશમાં ચિત્રકુટમાં પણ એક મહિલા દ્વારા સગીરનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે બાળકને મહિલા પાસેથી છોડાવ્યો હતો. અને મહિલાની ધરપકડ કરી હતી.

    ફેબ્રુઆરી 2022માં મહારાષ્ટ્રના અકોલામાં મહિલા પોતાની સાથે કામ કરતા સગીરને ફોસલાવી ભગાડી ગઈ હતી. અને પછી બાળક સાથે દુષ્કર્મ કર્યું હતું.

    અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક 20 વર્ષની છોકરી પર 14 વર્ષના છોકરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. છોકરાની માતાની ફરિયાદ બાદ યુવતી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ઘટનાઓ બદલાતા સમાજના ચિત્ર પર હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એક સમયે મહિલાઓને અબળાનું બિરુદ અપાયું હતુ. પરંતુ સશક્તિકરણનું આવુ રૂપ ક્યારેય વિચાર્યું ન હતું. મહિલાઓમાં હવે આ શોખ પણ ઘર કરી રહ્યો છે કે, તે સગીર તથા નાની ઉંમરના યુવકોને ફસાવી રહી છે.

(5:21 pm IST)