Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

રામનવમીની ઘટના બાદ તંત્ર એલર્ટ: વડોદરામાં હનુમાન જયંતિએ પોલીસ સર્વેલન્સ વધારશે

વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રામનવમીની ઘટના બાદ હવે વડોદરામાં સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે હનુમાન જયંતિ સહિતના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઇ પોલીસ ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે. હનુમાન જયંતિને લઇ વડોદરા પોલીસ સર્વેલન્સ વધારશે. જેથી રામનવમીના દિવસે બનેલી ઘટના જેવી કોઈ અનિચ્છનિય ઘટના ના બને.

રામનવમીના તહેવારમાં ફતેપુરા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રામાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. આ ઘટનાને પોલીસ વિભાગ જ નહિ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગંભરતાપૂર્વક લીધી છે. તેમણે મોડીરાત્રે ડીજીપી સાથે વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિત અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. આ સાથે સાથે ગૃહમંત્રીએ આ મામલે રિપોર્ટ પણ માંગ્યો હતો.

(7:45 pm IST)