Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ: ચુકાદો અનામત રાખ્યો

લાઈસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે: હાઈજીનનું ધ્યાન પણ રાખવું પડશે:રાજ્ય સરકાર

અમદાવાદ:ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, લાઈસન્સ વિના મીટ શૉપ ચાલુ નહીં રહે તેમજ લાઈસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે અને હાઈજીનનું ધ્યાન પણ રાખવું પડશે.
 
સરકારે કહ્યું કે, રાજ્યમાં 2147 લાઈસન્સવાળા મીટ શૉપ, પ્રોસેસિંગ યુનિટ છે તેમજ મીટ શૉપધારકોની હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે. મીટ શૉપધારકો કહ્યું કે, અમને લાઈસન્સ મેળવવા થોડો સમય આપો ત્યાં સુધી વચગાળામાં પણ ધંધો ચાલુ રાખવા દો. પોલ્ટ્રીફાર્મ સંચાલકો અને વેચાણકર્તાઓની કોર્ટમાં રજૂઆત હતી કે, મરઘીને પક્ષીના બદલે પશુની વ્યાખ્યામાં મુકવાથી પ્રશ્ન થયો છે તેમજ મરઘીના માંસની આવરદા જ 17 દિવસ છે. 3 મહિનાની આવરદાવાળું કઈ રીતે બનાવી શકાય?
 
સમગ્ર મુદ્દે સરકાર કહ્યું કે, કાયદાની વ્યાખ્યા પ્રમાણે સરકાર કાર્યવાહી કરી છે તેમજ વ્યાખ્યામાં બદલાવ ન થાય ત્યાં સુધી કોઈ રાહત નહીં. મીટ શૉપ, કતલખાના, પોલ્ટ્રીફાર્મની રજૂઆતો મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટે સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો છે.

 

(7:53 pm IST)