Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગોધરામાં નિર્માણાધિન મકાનમાં માટી ધસતા એક શ્રમિકનું મોત:અન્યોને માટી નીચે શ્વાસ રૂંધાતા હોસ્પિટલ ખસેડાયા:ફાયર વિભાગનું જેસીબી દ્વારા ૨ કલાક રેસ્કયુ

અમદાવાદ:ગોધરામાં નિર્માણાધિન મકાનમાં માટી ધસતા 2 શ્રમિકો દબાઈ જવા પામ્યા હતા. ત્યારે સૈયદવાડા વિસ્તારમાં પાયાના નિર્માણ માટે માટી ખોદતા ઘટના બની હતી. જેમાં 3 શ્રમિકોમાંથી એક શ્રમિકને બચાવી લેવાયો છે. ઘટનાની જાણ થતાં પાલિકાનાં ફાયર વિભાગે રેસ્ક્યું હાથ ધર્યું હતું. શોધખોળ દરમિયાન શ્રમિકોની ભાળ ન મળતા JCB મંગાવાયું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. 
 
ગોધરા શહેરનાં સૈયદવાડા વિસ્તારમાં શ્રમિકોનો માટીમાં દબાવવાનાં મામલામાં જેસીબી તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા વધુ એક શ્રમિકનું રેસક્યું કરીને બચાવી લેવાયો હતો. બચી ગયેલ શ્રમિકને સારવા હેઠળ ખસેડાયો હતો. જ્યારે એક શ્રમિકનું માટીમાં દબાઈ જવાના કારણે મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ત્રણ પૈકી એક શ્રમિક ઊંડી માટીમાં હોવાને કારણે શ્વાસ રૂંધાયો હતો. 
 
આ બાબતે ગોધરાના ફાયર વિભાગનાં અધિકારી પી.એફ.સોલંકીએ જણાવ્યું હતું કે, સવારે 10.30 વાગ્યાના સુમારે ફાયર વિભાગને આ બાબતની જાણ થઈ હતી.  જેમાં જણાવ્યું હતું કે મકાનના પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન  ત્રણ મજૂરો 12 ફૂટ ઊંડા ખાડામાં દટાયા હતા.  ત્યારે ફારય બ્રિગ્રેડના જવાનો તાત્કાલિકા સૈયદવાડા વિસ્તારમાં પહોચ્યા હતા.  ત્યારે બે કલાકની ભારે જહેમત બાદ મજૂરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 

(9:51 pm IST)