Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

જામનગરના વ્યક્તિ સાથે વર્ક ફ્રોમ હોમની જોબના નામે ઠગાઈ કરનાર સ્મીત પટોળીયાને સાયબર ક્રાઈમે સુરતથી દબોચ્યો

ટીકીટીંગ રેટીંગમાં પ્રતિદિવસ 2500 થી 5000 જેટલી આવક મળશે તેવું જણાવી લાલચ આપતો

જામનગર: હાલ લોકો મોંઘવારીનો સામનો કરવા માટે પોતાની કાયમી નોકરીની સાથે કંઈક વધારાનું કમાવવાનું વિચારતા હોય છે. ત્યારે આ રીતે નોકરી કરી વધારાની કામની કરવા ઇચ્છતા વ્યક્તિઓને ઠગવા માટે ભેજાબાજો તૈયાર જ બેઠા હોય છે.
 
જામનગરમાં વર્ક ફોર્મ હોમના નામે ટેલીગ્રામમાં ફેક ગ્રુપ બનાવી તેના નામે ફેક મુવી રેટીંગ વેબસાઇટ બનાવી ઠગાઈ કરતા એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સુરતથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
 
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા વ્યક્તિને ટેલીગ્રામમાં પાર્ટટાઈમ જોબ ઓફર મેસેજ આવ્યા હતાં. જેમાં ઘરે બેઠા જોબ કરવી હોય તો મુવી રેટીંગનું બીઝનેસ છે જે બીઝનેસમાં મુવીની ટીકીટ ખરીદી રેટીંગ આપવું પડશે તેનું કમિશન મળશે અને ટીકીટીંગ રેટીંગમાં પ્રતિદિવસ 2500 થી 5000 જેટલી આવક મળશે તેવું જણાવી લાલચ આપી હતી.
 
ત્યારબાદ જોબ ઓફર મારફતે ફેક વેબસાઈટમાં લોગીન કરાવી રજીસ્ટે્રશન માટે મોબાઇલ નંબર ઉપર ઓટીપી પાસવર્ડ સેટ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવી તથા ટેલીગ્રામ ગ્રૂપના મેંંમ્બર્સ બનાવી તેમાં 28 ટિકિટ મેળવી ટિકીટ ખોલી તેમાં રેટીંગ અપાવી ફરિયાદીના ખાતામાં ડબલ પૈસા જમા કરાવી ફરિયાદીને વધુને વધુ ટીકીટની ખરીદી કરાવી કટકે કટકે પૈસા ભરાવ્યા હતાં તેમજ તે રૂપિયા પરત મેળવવા માટે જણાવેલ કે, તમારી લેણી રકમ વધુ હોવાથી 50 ટકા સરચાર્જ ભરવો પડશે જેથી ફરિયાદી પાસેથી વધુ રકમ ભરાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
 
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ, સાયબર ક્રાઈમના પીઆઇ પી પી ઝાની ટીમ આ અંગે તપાસમાં હતી. આ દરમિયાન આરોપીના એકાઉન્ટની ડિટેઈલના આધારે તેનું એનાલીસીસ કરતા આરોપીના લોકેશન સુરતના આવતા હોય સાયબર ક્રાઇમની ટીમના હેકો પ્રવણભાઈ વસરા, કુલદિપસિંહ જાડેજા, એલઆરપીસી જેસાભાઈ ડાંગર, વીકીભાઈ ઝાલા દ્વારા સ્મીત ઝવેર પટોળીયા નામના શખ્સને સુરતથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

 

(10:52 pm IST)