Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગાંધીનગર પાલિકાની ચૂંટણી યોજવા માટે હજુ અનુકુળ સમય નથી : આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ લેશે

ગાંધીનગરની ચૂંટણી પ્રશ્‍ને વહેતી વાતો દરમિયાન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની સ્‍પષ્‍ટતા

ગાંધીનગર :ગાંધીનગરની મોકૂફ રખાયેલી ચૂંટણી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા હજુ યોગ્ય સમય નથી. હજી પણ રાજ્યમાં 2 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે. આગામી સમયમાં યોગ્ય સમયે ચૂંટણી યોજવા ચૂંટણી પંચ નિર્ણય કરશે. ચૂંટણી યોજવા અંગે આ યોગ્ય સમય નથી.

ભાજપ પક્ષે કેન્દ્રના શાસનના 7 વર્ષ પૂર્ણ થતાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગરના વાવોલ ગામમાં 25 લોકોને પ્રતીક રૂપે મુખ્યમંત્રીએ કીટનું વિતરણ કર્યું હતું. ગાઁધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગઈકાલે 2200 કેસ આવ્યા હતા. જ્યારે ગાંધીનગર પાલિકાની ચૂંટણી મોકૂફ કરાઈ હતી, ત્યારે 700 થી 1000 જેટલા કેસ હતા. જેથી હજી  વધુ સમયની આવશ્યકતા છે. પણ એ નિર્ણય ચૂટણ પંચનો છે. 

(3:00 pm IST)