Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજપીપળામાં ફોર લેન માર્ગના કામના કારણે વીજ પુરવઠો ખોરવાતા આકરી ગરમીમાં લોકો અકળાઈ ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં બની રહેલા ફોર લેન માર્ગને કારણે ઘણા દિવસોથી વારંવાર વીજ પૂરવઠો બંધ રહેતાં હાલ પડી રહેલી આકરી ગરમીમાં લોકો શેકાઈ ઉઠ્યા હતા જેમાં આજે બપોરે ફોર લેન માટે કપાઈ રહેલા તોતિંગ વૃક્ષોના મૂળિયાં કાઢતા જેસિંગભાઈના બકેટથી વીજ કંપનીનાના અંડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતા શહેરમા  કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભર ઉનાળે ગરમીમાં સેકાવા નો વારો આવ્યો હતો. જી ઈ બી નો કમ્પ્લેન નમ્બર સતત વ્યસ્ત કે બંધ આવતા લોકો અકળાઈ ઉઠ્યા હતાં રહ્યો હતા.

(10:27 pm IST)