Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનાએ વાસણ બજારને જોરદાર ફટકો માર્યો કરોડોનું નુકશાન : લગ્નસરામાં'ય મંદી

વર્ષે ૧૫૦૦ કરોડનું માર્કેટ : ૭૦ ટકા વેપાર લગ્નની સીઝનમાં થતો હોય છે

અમદાવાદ,તા. ૩૧: વૈશાખ મહિનામાં ગુજરાતભરમાં લગ્નની સીઝન ચાલતી હોય અને અમદાવાદ સહિત રાજયભરના વાસણના વેપારીઓને વાત કરવાનો પણ સમય મળે નહીં તેના બદલે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લગ્ન સમારંભ થઈ શકતા નથી. હજારોની સંખ્‍યામાં લગ્નો કેન્‍સલ થયા અથવા તો પરિવારના સભ્‍યોની હાજરીમાં સાદાઈથી લગ્ન કરી દેવામાં આવે છે. જેને કારણે કન્‍યાઓને કન્‍યાદાન વખતે આપવમાં આવતા વાસણો પૂરતા આપી શકાતી નથી. આ પરિસ્‍થિતિમાં વાસણ બજારને કરોડો રૂપિયાનો ફ્‌ટકો પડયો હોવાનું વાસણના વેપારીઓ અને ઉત્‍પાદકો જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં વર્ષે દહાડે વાસણનો વેપાર રૂ. ૧૫૦૦ કરોડનો થતો હોય છે.જે પૈકી ૭૦ ટકા વેપાર તો માત્ર લગ્નસરામાં જ થતો હોય છે. બે વર્ષથી લગ્નશરા નહીં આવતા વેપારીઓ અને ઉત્‍પાદકો નિરાશ થઈ ગયા છે.

અમદાવાદ માંડવીની પોળ વસણ બજારમાં જયારે લગ્નસરો ચાલતો હોય ત્‍યારે પગ મુકવાની પણ જગ્‍યા મળે નહીં. ઓઢવ ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટમાં આવેલા વાસણના કારખાનાને મોટાઓર્ડર મળતા હોવાથી તે ધમધમતા હોય. કોરોનાને કારણે વાસજના વેપારીઓ અને ઉત્‍પાદકોને મોટો ફટકો પડયો છે. વાસણ બજાર સંગઠનના હિમાંશુ શાહના જણાવ્‍યા મુજબ કોરોનાની બીજી લહેરમાં સરકારના આદેશ મુજબ લાંબા સમય સુધી બંધ રહેલા બજારો ફરીથી કાર્યરત થઇ રહ્યા છે. ધીમે ધીમે ગ્રાહકો આવતા નિરાશ થયેલા વેપારીઓને ધંધો પાટે ચડી જશે તેવી આશા બંધાઈ રહીછે.જોકે, વાસણના વેપારીઓને ચાલુ વર્ષેપણ લગ્નસરમાં ધંધો કરવા મળ્‍યો નથી લગ્નસરામાં મોટાભાગના લગ્ન કોરોનાને કારણે રદ્દ થયા છે અથવા તો સાદાઈયી થયા છે. આવા લગ્નમાં કોઈ પણ પ્રકારની ખરીદી કરવામાં આવી ન હોવાથી વાસણ બજારને ખૂબ જ મોટો ફ્‌ટકો  પડયો છે. અન્‍ય વેપારીઓના જણાવ્‍યા મુજબનુ આખા વર્ષમાં વાસણનો લગભગ ૧૫૦૦ કરોડનો વેપાર થતો હોય છે જે પૈકી માત્ર લગ્નસરામાં જ ૭૦ ટકા ધંધો થતો હોય છે જયારે  બાકીનું વર્ષ વેપારીઓ ૩૦ ટકા ધંધો કરતા હોય છે. હવે ગત વર્ષે દેશમાં કોરોનાની એન્‍ટ્રી થયા બાદ લગ્નસરા વખતે જ લાંબા સમય સુધી દેશભરના બજારો બંધ રાખવામાં આજા હતા. જેને કારણે લગ્નસસમાં કોઈ ધંધો થઇ શક્‍યો નહીં કોરોનાનું જોર ઘટતા વેપાર ધંધા સેટ થઇ રહ્યા હતા ત્‍યારે બીજી એક વખત કોરોનાની ઘાતક લહેર શરૂ થઈ ગઈ. જેમાં સંકમણનું પ્રમાણ અસાધારણ રીતે વધતા લગ્નના ટાણે બજારો બંધ રાખવાની નોબત ઊભી થઈ.

(10:39 am IST)