Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વિરમગામમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી છરીથી હુમલો થતા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 વિરમગામ:શહેરમાં અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી છરી વડે હુમલો કરતા ૧ ઈજાગ્રસ્ત, ૧ સામે નામજોગ સહિત ૩ અજાણ્યા શખ્સો સામે ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

વિરમગામ શહેરમાં અગાઉના ઝઘડા બાબતે મનદુઃખ રાખીને બાઇક પર પસાર થતા યુવક પર છરી વડે હુમલો કરી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર દિપક ઝવેરભાઇ ઠાકોર સાથે અગાઉ ઝઘડો થયેલ હોય અને તેની સામું ફરીયાદ નોંધાવી હતી જે બાબતનું મનદુઃખ રાખી મનીષ ઉર્ફે મોનાર ભીખાભાઇ જાતે વસાવા તેમજ જયેન્દ્ર જગાભાઇ રામી રહે. વિરમગામનાઓ બાઇક પર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા તેમના ઉપર છરીના ઘા મારી લોહી ફૂટ કરી તેમજ બાઈક નીચે પાડીને જમણા હાથના પંજાના ભાગે લોહી ફૂટ કરતા મનીષ ઉર્ફે મોનાલ વસાવા ઈજાગ્રસ્ત થયો હતો તેમજ અન્ય શખ્સ દ્વારા બંને હાથે ફ્રેકચર કરી જાતિ વાચક શબ્દો બોલી અપમાનીત કરવા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(5:52 pm IST)