Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદના નિકોલમાં પ્રેમ સંબંધ બાબતે યુવકના શરીર ચપ્પુના ઘા મારનાર બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં પ્રેમ સબંધ બાબતે મિત્ર અને યુવતીના પરિવાર સાથે સમાધાન કરાવવા માટે ગયેલા યુવકના શરીરે આડેધડ ચાકુના ઘા મારીને ઘાયલ કર્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક શખ્સે  પકડી રાખ્યો ને બીજાએ શરીરના ભાગે આડેધડ ચાકુના  ઘા માર્યા ઃ ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ

 આ કેસની વિગત એવી છે કે   નિકોલ વિસ્તારમાં સ્વામિનારાયણ નગર કિરણ હાઉસની સામે રહેતા પરાગભાઇ કનુંભાઇ ઝિલકા પંચાલ (ઉ.વ.૨૫)એ  ઠક્કરનગર ખાતે રહેતા કિશન ભુદેવ અને પ્રતિક ઉર્ફે મચ્છર ત્રિવેદી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેધાવી છે કે ફરિયાદીની સોસાયટીની બાજુમાં રહેતા સતીષ બાબુભાઇ બાબરીયાનાને વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેૈમ સબધ હતો. બે દિવસ પહેલા સતીષ ઉપર યુવતીના ભાઇનો ફોન આવ્યો હતો અને  પ્રેમ સબંધ બાબત સમાધાન કરવા  નિકોલ વિસ્તારમાં આવેલા દક્ષ ફ્લેટ પાસે મળવા માટે બોેલાવ્યા હતા.

(6:01 pm IST)